ગેસ કટરથી કાપ્યું, લૂંટ્યા આટલા રૂપિયા, પછી ATMમાં લગાવી દીધી આગ

PC: aajtak.in

બિહારના મુઝફ્ફરપુરની SBIના ATMમાં ગેસ કટરથી કાપીને 34 લાખ 71 હજાર લૂંટી લીધા છે. બદમાશોએ લૂંટ બાદ ATM મશીનમાં આગ લગાવી દીધી અને ઘટનાસ્થળ પરથી ભાગી ગયા. આ આખી ઘટના ATMમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઇ છે. પોલીસે કેસ નોંધી લીધો છે અને બદમાશોએ તપાસ શરૂ કરી દીધી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસની ઘણી ટીમો લાગી છે.

આ ઘટના અહિયાપુર પોલીસ સ્ટેશન ક્ષેત્ર બજાર સમિતિની છે. અહિયાપુર પોલીસ સ્ટેશનના દરભંગા રોડ પર બજાર સમિતિ પાસે SBIના ATM છે. 4 નવેમ્બરની સવારે બદમાશોએ ATM પર હલ્લા બૉલ કરી દીધો. પહેલા તો બદમાશોએ ATM રૂમમાં લાગેલા CCTVને ક્ષતિગ્રસ્ત કરી દીધા, જેનાથી તેમના ચહેરા રેકોર્ડ ન થઇ શકે. ત્યારબાદ ATM મશીનને ગેસ કટરથી કાપ્યું અને 34 લાખ 71 હજાર રૂપિયા લૂંટ્યા. બદમાશોનું મન એટલાથી ન ભરાયું.

પૈસા લૂંટ્યા બાદ એ લોકોએ ATM મશીનમાં આગ લગાવી દીધી અને ઘટનાસ્થળ પરથી ભાગી ગયા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ATMની દેખરેખ કરનારી કંપનીના એડવોકેટ શ્યામ સુંદર કુમારે આ ઘટનાના સંબંધમાં પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે. પોલીસ સ્ટેશનના અધિકારી રોહન કુમારે જણાવ્યું કે, બજાર સમિતિ સામે એક ATM છે. અહીં શનિવારે રાત્રે બદમાશોએ ગેસ કટર મશીનથી ATM કાપીને 34 લાખ 71 હજાર 500 રૂપિયાની લૂંટ કરી.

પોલીસે ઘટનાસ્થળ પરથી ગેસ કટર, મશીનની પાઇપ સહિત બીજો સામાન જપ્ત કર્યો છે. ATM રૂમમાં લાગેલા CCTV કેમેરાની ફૂટેજ કાઢવામાં આવી છે, તેમાં 2 લોકો દાખલ થતા નજરે પડી રહ્યા છે, તો કેટલાક લોકો ATM બહાર નજરે પડી રહ્યા છે. બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. તેમની ધરપકડ માટે પોલીસની ઘણી ટીમો બનાવવામાં આવી છે. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ATM કાપીને રૂપિયા લૂંટવાની ઘટના બાદ જિલ્લાના બધા પોલીસ સ્ટેશનોને એલર્ટ કરી દીધા છે. સાથે જ તેમણે કહ્યું કે, SSP રાકેશ કુમારના નિર્દેશ પર પોલી અધિકારી પોતે મોનિટર કરી રહ્યા છે. આ અગાઉ કુઢની, તુર્કી, બ્રહ્મપુર, સદર, અહિયાપુર સહિત એન.એચ. કિનારાવાળા ઘણા ATMમોને બદમાશ નિશાનો બનાવી ચૂક્યા છે. એક વર્ષમાં લગભગ 7-8 ATMને બદમાશ નિશાનો બનાવી ચૂક્યા છે. ઠંડી દરમિયાન મોટા ભાગે ATMમાં લૂંટની ઘટના વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp