ફરી પાટા પરથી ઉતર્યા ટ્રેનના 6 ડબ્બા, 4ના મોત, 100 ઇજાગ્રસ્ત
બિહારના બક્સર જિલ્લામાં બુધવારે રાત્રે મોટો અકસ્માત થઇ ગયો હતો. દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટી કમાખ્યા સ્ટેશન જતી નોર્થ-ઈસ્ટ એક્સપ્રેસ રાત્રે 09:35 વાગ્યે બોક્સર જિલ્લાના રાધનપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેક પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં ટ્રેનના 6 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા જેમાં 4 લોકોના મોત થઈ ગયા છે. અકસ્માતમાં લગભગ 100 લોકોને ઇજા થતા તેમની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમાં 20 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે AIIMS રેફર કરી દેવામાં આવ્યા છે. એટલે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા હજુ વધુ શકે છે.
બક્સરના DM અંશુલ અગ્રવાલે જણાવ્યું કે, અકસ્માતમાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા લોકોને પટના રેફર કરી દેવામાં આવ્યા છે, જ્યારે બાકી ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. હાલમાં આ અકસ્માત કયા કારણે થયો તેનો ખુલાસો થઈ શક્યો નથી. ટ્રેન અકસ્માત બાદ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદેવે તેના પર નજર બનાવી રાખી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટથી જણાવ્યું કે, SDRFની ટીમ તત્પરતાથી રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.
बिहार SDRF की टीम तत्परता से राहत व बचाव कार्यों में जुटी है।-#TrainAccident pic.twitter.com/gTGaqO6sbX
— Office of Tejashwi Yadav (@TejashwiOffice) October 11, 2023
તેમણે વધુમાં જણાવ્યું કે સ્વાસ્થ્ય અને SDRFના એડિશનલ મુખ્ય સચિવ પ્રત્યય અમૃત કંટ્રોલ રૂમમાં સ્વાસ્થ્ય અને SDRFના અધિકારીઓ સાથે રાહત-બચાવ કાર્ય સિવાય પુરાવા એકત્ર કરવા સાથે સાથે વ્યવસ્થાઓની દેખરેખ પણ કરી રહ્યા છે. હૉસ્પિટલ એલર્ટ મોડ પર છે. ગાડીઓ માટે જિલ્લાના ટોલ ફ્રી કરી દેવામાં આવ્યા છે. તેજસ્વી યાદવના કાર્યાલય તરફથી કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, અનુમંડળીય હૉસ્પિટલ જગદીશપુર હૉસ્પિટલ ભોજપુરમાં ચિકિત્સા પદાધિકારી સહિત અન્ય સ્વાસ્થ્યકર્મી બચાવ અને રાહત કામને લઈને તૈયાર છે. રોહતાસ, બક્સર અને ભોજપુર જિલ્લાઓની એમ્બ્યુલન્સને ઘટનાસ્થળ પર મોકલી દીધી છે. આરા સદર હૉસ્પિટલમાં પણ ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે.
Train to ferry passengers for onward journey reached. Should start in a few minutes.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 11, 2023
Now focusing on restoration.
આ ટ્રેનોના બદલવા પડ્યા રુટ:
આ અકસ્માત બાદ DDU પટના રેલવેના રુટ પ્રભાવિત થઈ ગયા. ઘણી ટ્રેનોના રુટ બદલવામાં આવ્યા છે. બનારસથી પટના વચ્ચે ચાલતી 15125/15126 જનશતાબ્દી એક્સપ્રેસ કેન્સલ કરવામાં આવી છે. 12948 પટના-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન અને 12487 જોગબની આનંદ વિહાર સુપરફાસ્ટ એક્સપ્રેસનો પણ રુટ બદલવામાં આવ્યો છે. આ ટ્રેનોને હાજીપુર છપરા બનારસ પ્રયાગરાજન માર્ગે ચલાવવામાં આવશે. ડાઉન ડિરેક્શનમાં 12149 પૂણે દાનાપુર એક્સપ્રેસ, 12141 લોકમાન્ય તિલક પાટલિપુત્ર એક્સપ્રેસ અને 12424 નવી દિલ્હી ડિબ્રૂગઢ રાજધાની એક્સપ્રેસને દીનદયાળ ઉપાધ્યાય જંકશન સાસરામ આરાના માર્ગે ચલાવવામાં આવી રહી છે.
જ્યારે આનંદ વિહાર ભાગલપુર ગરીબ રથ એક્સપ્રેસ, આનંદ વિહાર જોગબની સુપરફાસ્ટ એક્સપ્રેસ, સિક્કિમ મહાનંદા એક્સપ્રેસ અને આનંદ વિહાર મધુપુર સુપરફાસ્ટ એક્સપ્રેસને દીનદયાળ ઉપાધ્યાય જંક્શન ગયા પટના થઈને ચલાવવામાં આવી રહી છે. અપ ડિરેક્શનમાં બરૌની અમદાવાદ એક્સપ્રેસ, ડિબ્રૂગઢ નવી દિલ્હી એક્સપ્રેસ, ગુવાહાટી નવી દિલ્હી એક્સપ્રેસ અને દાનાપુરથી ઉપડીને પૂણે જતી દાનાપુર એક્સપ્રેસને બદલાયેલા રુટ આરા સાસરામ દીનદયાળ ઉપાધ્યાય જંક્શનના માર્ગે ચલાવવામાં આવશે. પટના લોકમાન્ય તિલક એક્સપ્રેસ, સિક્કિમ મહાનંદા એક્સપ્રેસ અને પટનાથી બાંદ્રા ટર્મિનસ જનારી સુપર એક્સપ્રેસને પટનાથી ગયા, દીનદયાળ ઉપાધ્યાયના માર્ગે ચલાવવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp