કેનેડા ભણવા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો ભારે ઘટાડો, શું છે કારણ

PC: ircctimes.com

પહેલા કેનેડાને ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ બતાવવામાં આવતું હતું, પરંતુ હવે મોહ ભંગ થતો નજરે પડી રહ્યો છે. આ વાતના સંકેત અરજી સાથે જોડાયેલા તાજા આંકડાઓથી મળે છે જ્યાં ગ્રાફ 40 ટકા સુધી ઘટી ગયો છે. ખાસ વાત છે કે કોરોના મહામારી બાદ પહેલી વખત ભારતીય વિદ્યાર્થીઓની અરજીમાં એટલી મોટી કમી નોંધાઈ છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સ્થિતિ સુધારવાની સંભાવના ઓછી છે.

ઓગસ્ટમાં કેનેડાના આવાસ, પાયાના ઢાંચા અને સમુદાય મંત્રી સીન ફ્રેજરે કહ્યું હતું કે, દેશમાં કેટલા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને એડમિશન મળે છે. તેની સીમા નક્કી કરવા પર આપણે વિચાર કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે કેનેડા આ સમયે આવાસ સંકટથી ઝઝૂમી રહ્યું છે. અહી વસ્તી તો ખૂબ છે, પરંતુ રહેવા માટે ઘર ઓછા છે, જેના કારણે ઘરોની કિંમતો ખૂબ વધી ગઈ છે. એવામાં ભણતા વિદ્યાર્થીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

વર્ષ 2022માં અરજીઓની સંખ્યા 1,45,881 હતી, જે હવે ઘટીને 86,562 પર આવી ગઈ છે. ઘટતા આંકડાઓની જાણકારી બેટર ડ્વેલિંગે આપી હતી અને પોતાના રિપોર્ટમાં કેનેડામાં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓના શોષણના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્ટરનેશનલ વિદ્યાર્થી કેનેડામાં જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમને હવે સોશિયલ મીડિયા પર ખૂબ વધારે પોસ્ટ કરી રહ્યા છે. આ પોસ્ટ્સમાં ખાસ કરીને રહેવામાં થનારો ખર્ચ અને ઓછા અવસરોની વાત કહેવામાં આવી રહી છે.

હિન્દુસ્તાન ટાઇમ્સને ઈમિગ્રેશન, રિફયૂજીસ એન્ડ સિટિઝનશીપ કેનેડા (IRCC)ના આંકડાઓની જાણકારી હિન્દુસ્તાન ટાઇમ્સે પણ ભેગી કરી. વર્ષ 2022માં IRCCને ભારતીય વિદ્યાર્થીઓના 3,63,541 અરજી મળી હતી. જે વર્ષ 2021ના 2,36,077 આંકડા કરતા વધુ હતા. ઓક્ટોબર 2023 સુધી 2,61,310 ભારતીય વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. ખાસ વાત છે કે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓમાં લગભગ અડધા ભારતીય હોય છે. એવામાં કુલ અરજીઓની સંખ્યા પર પણ ઘણી અસર પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp