ગામની 40 કુંવારી છોકરીને પ્રેગ્નન્ટ જાહેર કરી, મચ્યો હંગામો... મેસેજ પણ આવ્યો

PC: news18.com

વારાણસીના માળિયા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 40 કુંવારી છોકરીઓને ગર્ભવતી જાહેર કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ છોકરીઓને મંત્રાલય તરફથી એક સંદેશ મળ્યો કે, તેઓની પોષણ ટ્રેકરમાં સફળતાપૂર્વક નોંધણી થઇ ગઈ છે અને તેઓ આંગણવાડી કેન્દ્રમાંથી વિવિધ સેવાઓ, જેમ કે સ્તનપાન પરામર્શ, વૃદ્ધિ માપન, આરોગ્ય સંદર્ભ સેવાઓ અને રસીકરણ જેવી સુવિધાઓનો લાભ લઈ શકો છો.

મોબાઈલ પર મળેલા મેસેજમાં પોષણ સેવાનો પણ ઉલ્લેખ હતો. આ મેસેજ જોઈને યુવતીઓ અને તેના પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. ગામના વડા દ્વારા મુખ્ય વિકાસ અધિકારી (CDO)ને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર પછી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, આંગણવાડી કાર્યકરની ભૂલને કારણે 40 જેટલી છોકરીઓને આ મેસેજ મોકલવામાં આવ્યો હતો.

આ સેવા સામાન્ય રીતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકો માટે પૂરી પાડવામાં આવે છે, પરંતુ માનવીય ભૂલને કારણે, આંગણવાડી કાર્યકર્તાએ મતદાર નોંધણી માટે નોંધણી કરાવતી છોકરીઓની પુષ્ટાહારમાં નોંધણી કરી દીધી હતી. આનું પરિણામ એ આવ્યું કે, આ છોકરીઓને મેસેજ મળ્યો કે, તેઓ ગર્ભવતી છે. ત્યાર પછી આંગણવાડી કાર્યકર્તાએ કબૂલ્યું કે, તે એક ભૂલ હતી.

મેસેજમાં લખ્યું હતું..., અભિનંદન! તમારું બાળક ન્યુટ્રિશન ટ્રેકરમાં સફળતાપૂર્વક નોંધાઈ ગયું છે. તમે આંગણવાડી કેન્દ્ર દ્વારા ઘરની મુલાકાત વખતે સ્તનપાન પરામર્શ, વૃદ્ધિ માપન, આરોગ્ય સંદર્ભ સેવાઓ અને રસીકરણ જેવી સેવાઓ મેળવી શકો છો. વધુ માહિતી અથવા સહાય માટે 14408 પર કૉલ કરો, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય...

બીજા મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, તમારું ટેક હોમ રાશન (THR) આજે આપવામાં આવ્યું છે. જો તમને તમારો THR મળ્યો નથી અથવા તમારી પ્રતિક્રિયા આપવા માંગતા હોય, તો કૃપા કરીને ન્યુટ્રિશન હેલ્પલાઇન 14408નો સંપર્ક કરો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય...

ગામના વડા અમિત પટેલે જણાવ્યું કે, તેમના ગામની છોકરીઓના મતદાર IDમાં સુધારો કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. યુવતીના મોબાઈલ ફોન પર મેસેજ આવ્યો. આ માટે પૂછવા જતા, આંગણવાડી કાર્યકર્તા ઝઘડો કરવા લાગી હતી. ધીરે ધીરે 35-40 યુવતીઓના મોબાઈલ પર આ પ્રકારના મેસેજ આવ્યા.

અમિત પટેલે જણાવ્યું હતું કે, આ બાબતની ફરિયાદ જ્યારે તેમની પાસે આવી ત્યારે તેમણે આંગણવાડી કાર્યકરને પૂછ્યું હતું. તેણે કહ્યું કે, ભૂલથી મારાથી આવી ભૂલ થઈ ગઈ. તેના પર પૂછવામાં આવ્યું કે, ભૂલ એક-બે લોકોની સાથે થાય કે 35-40 લોકોની સાથે? ઘટનાની જાણ CDOને કરવામાં આવી હતી. તમામ આંગણવાડીઓની તપાસ થવી જોઈએ, કારણ કે સરકાર તરફથી મળતો પૌષ્ટિક આહાર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચતો જ નથી. તેમણે સરકાર પાસે કાર્યવાહીની માંગ કરી છે.

વારાણસીના મુખ્ય વિકાસ અધિકારી હિમાંશુ નાગપાલે જણાવ્યું હતું કે, રમના ગામમાંથી ફરિયાદ મળી હતી કે, કેટલીક કિશોરીઓ ગર્ભવતી તરીકે નોંધવામાં આવી છે અને કિશોરીઓને દિવાળી પર સંદેશા પણ મળ્યા છે. જ્યારે આ બાબતે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આંગણવાડી કાર્યકર કે જેઓ માત્ર સગર્ભા મહિલાઓ અને નાના બાળકોને પોષણયુક્ત ખોરાક આપે છે તે BLO તરીકે પણ કામ કરે છે અને હાલમાં સમરી રીવીઝનની કામગીરી પણ ચાલી રહી છે.

સમરી રીવીઝનમાં, આંગણવાડી કાર્યકરો 18 વર્ષની થઈ ગયેલા છોકરાઓ અને છોકરીઓના આધાર કાર્ડ એકત્ર કરે છે અને તેમને મતદાર નોંધણી કરાવે છે. આ બંને કામગીરી આંગણવાડી કાર્યકરો કરે છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ બંને ફોર્મ આકસ્મિક રીતે ભળી ગયા હતા અને જે યુવતીઓની મતદાર તરીકે નોંધણી કરાવવાની હતી, તેઓને ભૂલથી પૌષ્ટિક આહાર તરીકે નોંધવામાં આવી હતી.

આ પછી 40 છોકરીઓને ગર્ભવતી મહિલાઓના મેસેજ મળ્યા. ફરિયાદ મળે તે પહેલા જ પોર્ટલ પરથી ખોટી માહિતી દૂર કરવામાં આવી હતી. આ યુવતીઓના નામે કોઈ પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો નથી કે કેમ, તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. આ ભૂલ માનવીય ભૂલને કારણે થઈ છે. DPO દ્વારા મળેલા રિપોર્ટ પરથી ફરી એકવાર પુષ્ટિ કરવામાં આવી રહી છે. આ ભૂલ અંગે નોટિસ આપવામાં આવી છે, પરંતુ આ ઘટના માનવીય ભૂલ હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp