
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના હલદ્વાનીમાં લગભગ 50,000 લોકોન મોટી રાહત આપી છે. કોર્ટે હલદ્વાનીમાં બનભૂલપૂરા વિસ્તાર રેલવેની જમીન પરથી દબાણ હટાવવાના હાઇ કોર્ટનાઆ આદેશ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે 7 દિવસમાં દબાણ દૂર કરવાનો નિર્ણય યોગ્ય નથી. સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કોલે કહ્યું કે, આ મામલાને માનવીય નજરે જોવો જોઈએ. તેમાં સમાધાનની જરૂરિયાત છે.
આરોપ છે કે, હલદ્વાનીમાં લગભગ 4,400 પરિવાર રેલવેની જમીન પર દબાણ કરીને રહે છે. ઉત્તરાખંડ હાઇ કોર્ટે રેલવેને 7 દિવસમાં દબાણ દૂર કરવાનો આદેશ આપ્યો છે. આજે આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. બીજી તરફ હલદ્વાનીમાં દુઆઓનો દૌર ચાલી રહ્યો છે. સુનાવણી પહેલા આ કેસને લઇને ઘણા સવાલ ઉઠી રહ્યા છે. પહેલ સવાલ કે- જો જમીન પર દબાણ થયું તો પછી સરકારી હાઉસ ટેક્સ, વોટર ટેક્સ, વીજ બિલ કઇ રીતે લેતી રહી? બીજો સવાલ કે જો રેલવેની જમીન છે તો પછી સરકારે પોતે અહીં 3-3 સરકારી શાળા અને સરકારી હૉસ્પિટલ કઇ રીતે બનાવી દીધી?
Uttarakhand | Additional Divisional Railway Manager (ADRM) along with other administration officials inspected the encroached area of the Railways in Haldwani. This comes after High Court directed to remove Railway encroachment. pic.twitter.com/jVH4GyLMIR
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 3, 2023
ત્રીજો સવાલ કે સરકારી શાળા પણ ધ્વસ્ત થશે તો બાળકોને અસ્થાયી રૂપે ભણાવવાનું પ્રશાસન વિચારે છે અને હજારો લોકો બેઘર થઇને ક્યાં જશે? એ કેમ નથી વિચારવામાં આવતું? જ્યારે સરકારને પણ ખબર હોતી નથી કે જમીન રેલવેની છે કે સરકારી. તો પછી માત્ર જનતા જ શા માટે દબાણકારી છે? આ સવાલોના જવાબ મળવાના બાકી છે, પરંતુ પ્રશાસને પૂરી તૈયારી કરી લીધી છે. જેમના ઘરને દબાણ માનીને ઉત્તરાખંડ હાઇ કોર્ટના નિર્દેશ પર ધ્વસ્ત કરવા માટે રેલવેના અધિકારી તૈયારી કરી ચૂક્યા છે. મુલાકાત લઇ ચૂક્યા છે. પ્રશાસને કેટલી ફોર્સ મંગાવવી છે? એ નક્કી કરી લીધું છે.
14 કંપની પેરામિલિટ્રી CRPF માગવામાં આવી છે. પાંચ કંપની PACની લાગી છે અને જિલ્લા પ્રશાસન હવે 8 તારીખની રાહ જોઇ રહ્યું છે. આ કહાની હલદ્વાનીના 2.2 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ગફૂર વસ્તી અને ઇન્દિરા નગરની છે, જ્યાં રહેતા લોકોને રેલવે નોટિસ જાહેર કરી ચૂક્યું છે કે 82.900 કિલોમીટરથી 80.170 રેલવેની કિલોમીટર વચ્ચે ગેરકાયદેસર દબાણ હટી જાય, નહીં તો દબાણ દૂર કરવામાં આવશે અને તેની કિંમત દબાણકારીઓ પર જ વસૂલવામાં આવશે.
રેલવેના જણાવ્યા મુજબ, વર્ષ 2013માં સૌથી પહેલા ગોલા નદીમાં ગેરકાયદેસર રેતી ખનને લઇને કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. 10 વર્ષ અગાઉ એ કેસમાં જાણવા મળ્યું કે, રેલવેના કિનારે રહેનારા લોકો જ ગેરકાયદેસર ખાનનમાં સામેલ છે. દાવો છે કે, હાઇ કોર્ટે રેલવેને પાર્ટી બનાવીને વિસ્તાર ખાલી કરાવવા કહ્યું છે. ત્યારે સ્થાનિક રહેવાસીઓએ વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના સ્થાનિકોને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે સ્થાનિક રહેવાસીઓને પણ દલીલ સાંભળવાનો નિર્દેશ આપ્યો છે. રેલવે દાવો કરે છે કે બધા પક્ષોની ફરી દલીલ સાંભળ્યા બાદ હાઇ કોર્ટે 20 ડિસેમ્બર 2022ના રોજ આક્રમણકારીઓને હટાવવાનો નિર્દેશ આપ્યો.
રેલવે દાવો કરે છે કે, તેની પાસે જૂના નકશા છે. વર્ષ 1959નું નોટિફિકેશન છે, વર્ષ 1971નો રેવેન્યૂ રેકોર્ડ છે અને વર્ષ 2017નો સરવે રિપોર્ટ છે, પરંતુ પોતાના હાથોમાં તમામ દસ્તાવેજો, જૂના કાગળ અને દલીલો સાથે લોકો સવાલ ઉઠાવે છે. સ્થાનિક લોકો કહે છે કે, રેલવેની જમીન પર અમે દબાણ કર્યું નથી. રેલવે અમારી પાછળ પડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp