આ શહેરમાં ઘરમાં બેડ નીચે મળ્યા 42 કરોડ રૂપિયા રોકડા

PC: twitter.com

બેંગ્લોરના એક ઘરમાં ગુરુવારે મોડી રાત્રે બેડ નીચે 22 બોક્સમાં 42 કરોડ રૂપિયા કરતા વધુની રોકડ છુપાયેલી મળી. આ રોકડ એક પૂર્વ મહિલા કોર્પોરેટર અને તેના પતિ પર ઇનકમ ટેક્સ વિભાગની છાપેમારી બાદ જપ્ત કરવામાં આવી છે. તેલંગાણાના નાણાં મંત્રી હરીશ રાવે હવે આ જપ્તિને પોતાના રાજ્યમાં ચૂંટણી ફંડિંગ સાથે જોડી છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતાએ શુક્રવારે દાવો કર્યો કે, આ રકમ તેલંગાણા ટેક્સના નામ પર બિલ્ડરો, સ્વર્ણ બિઝનેસમેન અને કોન્ટ્રાક્ટરો પાસેથી એકત્ર કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની આગેવાનીવાળા રાજ્યમાં કોંગ્રેસના ચૂંટણી અભિયાનમાં ફંડિંગ માટે પાડોશી રાજ્યથી મોકલવામાં આવેલા 1,500 કરોડ રૂપિયાનો હિસ્સો હતા.

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, હરીશ રાવે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ અહી ચૂંટણી જીતવા માટે તેલંગાણામાં પૈસા લગાવવાનો પ્રયાસ કરી રહી છે. તે ટિકિટ પણ વેચી રહી છે, પરંતુ તે અહી નહીં જીતે. ભારત રાષ્ટ્ર સમિતિના કાર્યકારી અધ્યક્ષ કે.ટી. રામા રાવે એવો પણ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં વૉટ ખરીદવા માટે તેલંગાણામાં કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સી.એન. અશ્વથ નારાયણે પણ કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યો.

તેમણે આરોપ લગાવ્યો કે, આ પૈસા પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણી માટે ધન ભેગું કરવા માટે કમિશનના રૂપમાં કોન્ટ્રાક્ટરો પાસેથી એકત્ર કરવામાં આવ્યા છે. તેનાથી કોંગ્રેસ સરકાર વિરુદ્ધ આરોપ પુરાવાઓ સાથે સાબિત થઈ જાય છે. નારાયણે કહ્યું કે, આ તો વસૂલીનો નાનકડો માલસામાન છે અને એવા ઘણા માલસામાન મળી શકે છે. નારાયણે અન્ય કોન્ટ્રાક્ટરોને અપીલ કરી કે તેમણે કથિત રૂપે જે ધન આપ્યું છે, તેની બાબતે ખૂલીને બતાવે.

ભાજપ નેતા અને વિધાન પરિષદ સભ્ય રવિ કુમાર દ્વારા સંવાદદાતાઓ સાથે વાતચીતમાં દાવો કરવામાં આવ્યો છે કે કોન્ટ્રેક્ટરની સંપત્તિથી જપ્ત રોકડ 42 કરોડ રૂપિયા મૂલ્યની છે અને 500 રૂપિયાની નોટોમાં છે, જેમને 23 બોક્સોમાં રાખવામાં આવ્યા હતા. તેમને કહ્યું કે, શહેરમાં આ પ્રકારની અટકળો ચાલી રહી છે કે આ પૈસા તેલંગાણા ચૂંટણી માટે ભેગા કરવામાં આવ્યા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, સરકાર પાસે કોન્ટ્રેક્ટરોના લંબિત 650 કરોડ રૂપિયાની ચૂકવણી માટે કમિશનના રૂપમાં પ્રાપ્ત ધન હતું. રવિ કુમારે તેની તપાસની માગ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp