રામમંદિર પછી કરોડોના ખર્ચે કૃષ્ણમંદિરની તૈયારી, 5 એકર, 262 કરોડનો ખર્ચ

PC: ndtv.com

ઉત્તર પ્રદેશના મથુરામાં હવે બાંકે બિહારી મંદિરમાં વિશેષ કોરિડોરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. અલ્લાહાબાદ હાઇકોર્ટ તરફથી પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારને લીલી ઝંડી મળી ગઈ છે. હાલમાં જ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકાલ કોરિડોરનું ઉદ્વઘાટન કર્યું હતું. સોમવારે હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રીતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની બેન્ચે ઉત્તર પ્રદેશના પ્રસ્તાવ પર મહોર લગાવી દીધી. રાજ્ય સરકારે ભરોસો અપાવ્યો કે નિર્માણ પ્રક્રિયા દરમિયાન બાંકે બિહારી મંદિરમાં શ્રદ્ધાળુ પ્રભાવિત નહીં થાય. ખાસ વાત એ છે કે વૃંદાવન મંદિર ઉત્તર ભારતના લોકપ્રિય તીર્થ સ્થળોમાં સામેલ છે.

કોરોડોરના નિર્માણમાં 262 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તેને 5 એકર કરતા વધુ જગ્યા પર તૈયાર કરવામાં આવશે, જ્યાં 10 હજારથી વધુ શ્રદ્ધાળુ એક વખતમાં દર્શન કરી શકશે. અહી સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુ જુગલઘાટ, વિદ્યાપીઠ અને જદૌન પાર્કિંગના માધ્યમથી 3 રસ્તાઓનો ઉપયોગ કરી શકશે. આ કોરિડોરમાં બે માળ હશે. પરિસરનો ગ્રાઉન્ડ ફ્લોર 11 હજાર 300 વર્ગ મીટરમાં ફેલાયેલો હશે. સાથે જ ગ્રાઉન્ડ ફ્લોર પર પૂજા સામગ્રી સાથે જોડાયેલી દુકાનો પણ હશે. અહી વિશાળ વેઇટિંગ રૂમ પણ શ્રદ્ધાળુઓ માટે હશે. એ સિવાય 5 હજાર 113 વર્ગ મીટરનું ક્ષેત્ર ખાલી છોડવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ કોરિડોરના પ્રસ્તાવાનો પણ ખૂબ વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટના કારણે તેમનું રોજિંદું જીવન પ્રભાવિત થશે કે તેમને વિસ્થાપિત કરી દેવામાં આવશે. પૂજારીઓ અને દુકાનદારોએ પણ મુખ્યમંત્રીને લોહીથી લખેલો પત્ર મોકલ્યો છે અને પ્રોજેક્ટ પર રોક લગાવવાની માગ કરી છે. વર્ષ 1864માં શ્રીકૃષ્ણના પરમ ભક્ત સ્વામી હરિદાસે વૃંદાવન ધામમાં બાંકે બિહારી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર ઉત્તર પ્રદેશના મથુરામાં સ્થિત વૃંદાવન ધામના રમણ રેતી પર સ્થિત છે.

મંદિરમાં ભગવાન કૃષ્ણાનું જ એક રૂપ છે. ભક્તોનું માનવું છે કે મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સ્વયં પ્રગટ થઈ છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ દેશ-વિદેશથી બાંકે બિહારી મંદિરના દર્શન માટે આવે છે. બાંકે બિહારી મંદિર કોરિડોરનું નિર્માણ પણ કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ જ કરાવવાની યોજના છે. 500 કરોડના ખર્ચ બનનારા આ કોરિડોરની મદદથી મંદિર અને યમુના નદીને જોડવામાં આવશે. ભક્ત યમુનમાં ડૂબકી લગાવ્યા બાદ કોરિડોરની મદદથી સીધા મંદિર સુધી પહોંચી શકે છે. સરકાર દ્વારા આ કોરિડોરનું નિર્માણ લગભગ 5 એકરમાં કરાવવામાં આવશે. તેની સાથે જ કોરિડોરના રસ્તે આવતા સેકડો ભાવનો અને સંપત્તિઓને વળતર આપીને અધિગ્રહણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp