એક જ શાળામાં 5 સંગીત શિક્ષકની ભરતી કરી દેવાઈ, હવે વિભાગે આ પગલું ભર્યું

PC: prabhatkhabar.com

બિહારમાં આવેલા સારણ જિલ્લાની વિવિધ શાળાઓમાં શિક્ષકોની પોસ્ટિંગમાં થતી ગેરરીતિઓને લઈને શિક્ષણ વિભાગના મુખ્ય સચિવે છાપરાના DEO કૌશલ કિશોર અને DPO એસ્ટાબ્લિશમેન્ટ ધનંજય પાસવાન પાસેથી જવાબો મંગાવ્યા છે. તેમને પૂછવામાં આવ્યું છે કે, આટલી મોટી ગેરરીતિ કયા સંજોગોમાં થઈ છે. જાહેર કરાયેલી યાદીમાં જિલ્લાની રામપુર કલાની હાયર સેકન્ડરી સ્કૂલમાં સંગીત વિષયમાં એકસાથે પાંચ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે, ગરખા સ્થિત સૈદ સરાયની ઉચ્ચતર માધ્યમિક શાળામાં, બિઝનેસ વિષયના અભ્યાસ માટે શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ત્યાં વાણિજ્ય વિષય ભણાવવામાં જ નથી આવતો.

જિલ્લાના સદર બ્લોકમાં આવેલી બે અપગ્રેડ મિડલ સ્કૂલોમાં લઘુમતી સમુદાયનો એક પણ વિદ્યાર્થી નથી. આ બે શાળાઓની 3 કિલોમીટરની ત્રિજ્યામાં આ સમુદાયની કોઈ વસ્તી નથી. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ ઉર્દૂ ભણનારા વિદ્યાર્થીઓ નથી. પરંતુ તેમ છતાં, આ બંને શાળાઓમાં ધોરણ 1 થી 5 ના બાળકોને ભણાવવા માટે બે-બે ઉર્દૂ શિક્ષકો મુકવામાં આવ્યા છે.

ઘણી શાળાઓમાં જે વિષયોમાં અગાઉ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી, તે જ વિષયોમાં ફરીથી શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે જે વિષયમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા છે અને લાંબા સમયથી સંબંધિત વિષયના શિક્ષક નથી. તે સંબંધિત વિષયોમાં શિક્ષકોની પોસ્ટ કરવામાં આવી ન હતી. એટલું જ નહીં, ઘણી ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પ્લસ ટુમાં એક પણ શિક્ષકની નિમણૂક કરવામાં આવી નથી. જ્યારે ઘણી શાળાઓમાં ચારથી પાંચ શિક્ષકો મુકાયા છે, જે ચોક્કસપણે મહેકમ કચેરીની ગેરરીતિ દર્શાવે છે.

હકીકતમાં, શિક્ષણ વિભાગ દ્વારા રેન્ડમાઇઝેશન કરીને સંપૂર્ણ પારદર્શક રીતે વિદ્યાર્થીઓના પ્રમાણમાં શિક્ષકોની પોસ્ટિંગનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાએ DM અમન સમીરે DEO અને તેમની ટીમને રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા વધુ સારી રીતે કરવા સૂચના આપી હતી. પરંતુ પોસ્ટીંગને લગતી ઓનલાઈન યાદી જાહેર થયા પછી જે ગેરરીતિઓ થઈ છે તેમાં તેના ધોરણોની અવગણનાનો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના જણાવ્યા મુજબ, પોસ્ટિંગ માટેની ખાલી જગ્યાઓનું રોસ્ટર જિલ્લા મુખ્યાલયથી મોકલવામાં આવ્યું હતું, પરંતુ પોસ્ટિંગ રાજ્યના મુખ્યાલયમાંથી થઈ હતી. આવી સ્થિતિમાં સમગ્ર મામલામાં ક્યાં ભૂલ થઈ છે તેની તપાસ કર્યા પછી જ સાચી સ્થિતિ જાણી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp