કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ, CMની રેસમાં આ 5 ચહેરા આગળ

PC: indiatoday.in

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કરતા મોટી જાહેરાત કરી દીધી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ અને મનીષ સિસોદિયા મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસે. એવામાં હવે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે? હરિયાણા ચૂંટણીને જોતા આમ આદમી પાર્ટી (AAP)ના કેટલાક નેતાઓ પાર્ટી પર દાવ લગાવી શકે છે.

દિલ્હી આબકારીનીતિ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટ પાસેથી રેગ્યૂલર જામીન મળ્યા બાદ કેજરીવાલ રાજનીતિક અખાડામાં પૂરી રીતે એક્ટિવ થઈ ગયા છે. જેલમાંથી છૂટ્યા બાદ તેમણે રવિવારે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. હવે નવા મુખ્યમંત્રીની ચર્ચાઓ તેજ થઈ રહી છે. તેમાં મંગલોપુરીથી AAPના ધારાસભ્ય રાખી બીડલાનું નામ સૌથી આગળ છે. તેઓ કેજરીવાલના વિશ્વાસુ હોવાની સાથે જ દલિત સમુદાયમાંથી પણ આવે છે.

મુખ્યમંત્રી ફેસની રેસમાં AAPના ધારાસભ્ય બંદના કુમારી પણ છે. તેઓ સાલીગ્રામ બાગ વિધાનસભા ક્ષેત્રથી AAPના ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટી બંદના કુમારી પર પણ દાવ લગાવી શકે છે. મુખ્યમંત્રી ફેસની રેસમાં કૈલાશ ગેહલોત પણ સામેલ છે. તેઓ પાર્ટી સાથે જ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના પણ વફાદાર હોવાનું કહેવામાં આવે છે. કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેલમાં હતા. એ દરમિયાન તેમણે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી. હાલમાં તેઓ દિલ્હીના પરિવહન મંત્રી પણ છે.

સૌથી મોટી વાત એ છે કે કૈલાશ ગેહલોત OBC સમુદાયમાંથી આવે છે. હરિયાણા ચૂંટણીને જોતા આ વાત તેમના પક્ષમાં જાય છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા જેવા દિગ્ગજ નેતાઓ જેલમાં ગયા બાદ દિલ્હીના કેબિનેટ મંત્રી અને AAPના સીનિયર લીડર આતિશી માર્લેના પર વધારાની જવાબદારી આવી ગઈ. તેમણે મંત્રી પદ અને સરકારનું કામકાજ જોવા સાથે પાર્ટીના કામને પણ સારી રીતે સંભાળ્યા. તેમણે એવા સમયમાં પાર્ટીના કામકાજ જોયા, જ્યારે AAP પર ખૂબ દબાવ હતો. મુખ્યમંત્રી રેસમાં તેમનું નામ પણ બતાવવામાં આવી રહ્યું છે. તેમની પાસે હાલમાં અડધો ડઝનથી વધારે વિભાગોની જવાબદારી છે.

AAP હાજી યુનુસને પણ મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડી શકે છે. ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં થોડા અઠવાડિયા બાદ ચૂંટણી થવાની છે. તેની સીમાઓ દિલ્હી સાથે લાગે છે. હરિયાણામાં મુસ્લિમોની વસ્તી 7 ટકા કરતા વધુ છે, એવામાં AAP મુસ્લિમ ચહેરા પર પણ દાવ લગાવી શકે છે. હાજી યુનુસ મુસ્તફાબાદ વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય છે. ખેર હવે જોવાનું એ રહેશે કે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp