5 પક્ષોને ચૂંટણી બોન્ડમાંથી 1243 કરોડનું દાન મળ્યું, જાણો કોને કેટલું મળ્યું

PC: hindi.newsclick.in

દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. માંડ 2-3 મહિના બાકી છે. અગાઉ, 2022-23માં 5 પ્રાદેશિક પક્ષોને મળેલા ઈલેક્ટોરલ બોન્ડના આંકડા સામે આવ્યા છે. નવા ઓડિટ રિપોર્ટ અનુસાર, પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા કુલ રૂ.1,243 કરોડ મળ્યા છે. પક્ષોમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS), તૃણમૂલ કોંગ્રેસ, DMK, બીજુ જનતા દળ (BJD) અને YSR સામેલ છે. જો કે આ તેમણે 2021-22માં એકત્ર કરેલા રૂ.1,338 કરોડ કરતાં ઓછું છે, BRSએ આ સમયગાળા દરમિયાન બોન્ડમાંથી 3.4 ગણું વધુ એકત્ર કર્યું છે.

ચૂંટણી બોન્ડની મદદથી, 2022-23માં, તૃણમૂલ કોંગ્રેસે 97 ટકા, DMKએ 86 ટકા, BJDએ 84 ટકા, YSR કોંગ્રેસે 70 ટકા અને BRSએ 71 ટકા વધારે રકમ એકત્ર કરી. રાષ્ટ્રીય પક્ષ આમ આદમી પાર્ટી (AAP)એ 2022-23માં ચૂંટણી બોન્ડ દ્વારા રૂ.36.40 કરોડ એકત્ર કર્યા હતા, જે 2021-22માં રૂ.25.10 કરોડથી વધારે હતા. તેની કુલ આવક 2021-22માં રૂ.44.50 કરોડથી વધીને 2022-23માં રૂ.85.20 કરોડ થઈ અને એ જ સમયગાળામાં તેનો વાર્ષિક ખર્ચ રૂ.30.30 કરોડથી વધીને રૂ.102 કરોડ થયો.

રસપ્રદ વાત એ છે કે, AAPનો સામાન્ય પ્રચાર ખર્ચ 2022-23માં 330 ટકા વધીને રૂ.58.80 કરોડ થયો હતો, જે એક વર્ષ અગાઉ રૂ.13.70 કરોડ હતો. 2022-23માં દિલ્હી અને પંજાબમાં સત્તાધારી પક્ષ માટે જાહેર ઝુંબેશ અને સર્વેક્ષણો પરનો ખર્ચ રૂ.23.60 કરોડ છે.

ભારત રાષ્ટ્ર સમિતિ આવક (2022-23) 737.70 (2021-22) 218.10, ખર્ચ (2022-23) 57.50 (2021-22) 27.90, બોન્ડની રસીદ (2022-23) 529.00 (2021-22) 153.00

તૃણમૂલ કોંગ્રેસ આવક (2022-23) 333.40 (2021-22) 545.70, ખર્ચ (2022-23) 181.10 (2021-22) 268.30, બોન્ડની રસીદ (2022-23) 325.10 (2021-22) 528.50

DMK આવક (2022-23) 214.30 (2021-22) 318.70, ખર્ચ (2022-23) 52.60 (2021-22) 35.40, બોન્ડની રસીદ (2022-23) 185.00 (2021-22) 306.00

બીજુ જનતા દળ આવક (2022-23) 181.00 (2021-22) 307.00, ખર્ચ (2022-23) 27.80 (2021-22) 09.90, બોન્ડની રસીદ (2022-23) 152.00 (2021-22) 291.00

YSR કોંગ્રેસ આવક (2022-23) 74.80 (2021-22) 93.70, ખર્ચ (2022-23) 79.30 (2021-22) 01.00, બોન્ડની રસીદ (2022-23) 52.00 (2021-22) 60.00

CPM આવક (2022-23) 141.70 (2021-22) 162. 20, ખર્ચ (2022-23) 106.00 (2021-22) 83.40, બોન્ડની રસીદ (2022-23) Nil (2021-22) Nil

આમ આદમી પાર્ટી (AAP) આવક (2022-23) 85.20 (2021-22) 44.50, ખર્ચ (2022-23) 102.00  (2021-22) 30.30, બોન્ડની રસીદ (2022-23) 36.50 (2021-22) 25.10

BRSએ સૌથી વધુ 737.70 કરોડ રૂપિયાની આવક જાહેર કરી (2021-22માં 218 કરોડ રૂપિયાથી વધુ), ત્યારપછી તૃણમૂલ રૂપિયા 333.40 કરોડ (રૂ. 545.70 કરોડથી ઓછી), DMKએ 214.30 કરોડ રૂપિયા (રૂ. 318.7 કરોડથી ઓછી), BJDએ રૂ.181 કરોડની આવક જાહેર કરી (રૂ.307 કરોડથી ઓછી) અને YSR કોંગ્રેસે રૂ.74.80 કરોડ (રૂ.93.70 કરોડથી ઓછી)ની આવક જાહેર કરી.

2022-23માં તૃણમૂલનો સૌથી વધુ ખર્ચ રૂ.181 કરોડ હતો, ત્યારબાદ YSR કોંગ્રેસે રૂ.79.30 કરોડ, BRS રૂ. 57.50 કરોડ, DMK રૂ.52.60 કરોડ અને BJDએ રૂ.09.90 કરોડનો ખર્ચ કર્યો હતો.

વિપક્ષ તરફથી, ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમનો સૌથી વધુ ફાયદો BRSને થયો હતો. તાજેતરમાં જ તેલંગાણામાં સરકારમાંથી હાંકી કાઢવામાં આવેલી પાર્ટીને 2022-23માં બોન્ડ્સમાંથી રૂ.529 કરોડ મળ્યા છે, જે એક વર્ષ અગાઉ મળેલા રૂ.153 કરોડ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.

2022-23માં ચૂંટણી બોન્ડમાંથી તૃણમૂલે રૂ.325 કરોડ, DMK રૂ.185 કરોડ, BJDએ રૂ.152 કરોડ અને YSR કોંગ્રેસે રૂ.52 કરોડ એકત્ર કર્યા હતા. 2021-22માં આ ચારેય પક્ષોએ બોન્ડમાંથી વધુ નાણાં એકત્ર કર્યા હતા. તૃણમૂલને રૂ.528 કરોડ, DMKને રૂ.306 કરોડ, BJDને રૂ.291 કરોડ અને YSR કોંગ્રેસને રૂ.60 કરોડ મળ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા ગુરુવારે અન્ય રાષ્ટ્રીય પક્ષ CPMનો 2022-23નો વાર્ષિક ઓડિટ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટીની કુલ આવક 2021-22 માટે 162.20 કરોડ રૂપિયાથી ઘટીને 141.70 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે, પાર્ટીનો ખર્ચ 2021-22માં 83.40 કરોડ રૂપિયાથી વધીને 106 કરોડ રૂપિયા થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp