નોટબંધી બાદ ભારતમાં 50 લાખ પુરુષોએ ગુમાવી નોકરીઃ રિપોર્ટમાં થયો ખુલાસો

PC: hindustantimes.com

વડાપ્રધાન મોદી દ્વારા 8 નવેમ્બર, 2016ના રોજ લેવામાં આવેલા નોટબંધીના નિર્ણય બાદ છેલ્લાં 2 વર્ષોમાં 50 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. એક રિપોર્ટ અનુસાર, ખાસકરીને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા 50 લાખ લોકોએ નોટબંધી બાદ રોજગાર ગુમાવ્યો છે. બેંગ્લોર સ્થિત અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ફોર સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટ (CSE) દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા State of working India 2019 રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2016થી 2018ની વચ્ચે આશરે 50 લાખ પુરુષોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે.

CSEના અધ્યક્ષ અને રિપોર્ટ લખનારા મુખ્ય લેખક પ્રોફેસર અમિત બસોલેએ કહ્યું હતું કે, આ રિપોર્ટમાં કુલ આંકડાઓ છે. આ આંકડાઓ પ્રમાણે 50 લાખ રોજગાર ઓછાં થયા છે. તેમજ અન્ય ઘણી નોકરીઓ ભલે વધી હોય પરંતુ એ નક્કી છે કે, 50 લાખ લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે. જે અર્થવ્યવસ્થા માટે સારી વાત ન કહી શકાય. બસોલેએ વધુમાં જણાવ્યું હતું કે, ડેટા અનુસાર, નોકરીઓમાં ઘટાડો નોટબંધીની આસપાસ થયો (સપ્ટેમ્બર અને ડિસેમ્બર, 2016ની વચ્ચે 4 મહિનાની અવધિમાં) અને ડિસેમ્બર, 2018માં પોતાના સ્થિર આંક પર પહોંચી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન દ્વારા નોટબંધીની જાહેરાત કરવાની આસપાસ જ નોકરીઓમાં ઘટાડો શરૂ થયો, પરંતુ ઉપલબ્ધ આંકડાઓના આધાર પર આ બંને વચ્ચે સીધો સંબંધ સ્થાપિત ન કરી શકાય. એટલે કે રિપોર્ટમાં એ સ્પષ્ટપણે લખ્યું છે કે, બેરોજરી અને નોટબંધીમાં સંબંધ દર્શાવવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp