16 મહિનામાં વિદેશ ભાગી ગયા 21 આર્થિક અપરાધી, ભારતને લગાવ્યો 18 હજાર કરોડનો ચુનો

PC: gulfnews.com

દેશના 51 એવા લોકો, જે હજારો કરોડની છેતરપિંડી કરીને દેશ છોડીને ભાગી ગયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ લોકોએ છેતરપિંડી દ્વારા જે રકમ ભેગી કરી છે તેનો આંકડો 17947.11 કરોડ રૂપિયા છે. છેતરપિંડી કરવા અને દેશ છોડીને ભાગનારાઓમાં PNB ઘોટાળાનો આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી, પૂર્વ IPL પ્રશાસક લલિત મોદી અને હથિયાર ડીલર સંજય ભંડારી સહિત શરાબ વેપારી વિજય માલ્યાનું નામ પણ સામેલ છે. આર્થિક અપરાધના આ આરોપીઓમાંથી ઘણા વિશે સરકાર પાસે પૂરતી જાણકારી છે, તો કેટલાક લોકોની શોધ હજુ ચાલુ છે.

છેતરપિંડીના આ આરોપીઓ વિશે નાણા મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં જાણકારી આપી છે. તેમણે ભાગેડૂ આર્થિક અપરાધીઓ સાથે જોડાયેલા એક સવાલનો લેખિતમાં જવાબ આપતા આ જાણકારી સંસદને આપી છે. તેમણે CBIના રિપોર્ટના હવાલા પરથી જણાવ્યું છે કે, ડિસેમ્બર 2019 સુધી આર્થિક અપરાધના 66 મામલાઓમાં 51 આરોપીઓએ દેશ છોડીને અન્ય દેશોમાં આશરો લીધો છે. આ આરોપીઓએ દેશને હજારો કરોડનો ચુનો લગાવ્યો છે.

મંત્રીએ રાજ્યસભાને એ પણ જણાવ્યું છે કે, આ તમામ મામલાઓની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, આર્થિક અપરાધના આ તમામ આરોપીઓને સરકાર ભારત પાછા લાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેને માટે એ દેશોનો કે જ્યાં આ ભાગેડૂઓએ શરણ લીધી છે, તેમની સાથે વાતચીત કરીને તેમના પ્રત્યાર્પણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેટલાક મામલાઓમાં ઈન્ટરપોલ તરફથી રેડ કોર્નર નોટિસ પણ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp