શિક્ષિકાની નોકરી મળતા મંદિરે ગયા, પાછા ફરતા પાડા વચ્ચે આવ્યા, અકસ્માતમાં 6 મોત

PC: patrika.com

રાજસ્થાનના ભરતપુરના રૂપવાસ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક પરિવાર ખાટુ શ્યામ બાબાના દર્શન કરીને જ્યારે ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં બે સાંઢ સામે આવી જવાને કારણે કારે અંકુશ ગુમાવ્યો દીધો હતો અને બસ સાથે અથડાઇ જતા કારમાં સવાર 6 લોકોના મોત થયા છે. વિધીની વક્રતા એ હતી કે પત્નીની શિક્ષિકા તરીકે પસંદગી થવાને કારણે પરિવારના લોકો મંદિરે દર્શન કરવા ગયા હતા, પરંતુ જીવતા ઘરે ન પહોંચી શક્યા.

હાઈવે પર સામેથી આવતા બે બળદને કારણે બસ અને કાર બેકાબુ થઈ ગઈ અને સામસામે અથડાયા. આ અકસ્માતમાં કારમાં સવાર છ લોકોના મોત થયા હતા. મૃતકોમાં પતિ, પત્ની, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે.

સંતોષનો પરિવાર વચ્ચે સુધા જેને શિક્ષિકાની નોકરી મળી હતી

કારમાં સવાર હરેન્દ્રિ સિંહ તેમના પત્ની મમતા, પુત્રી જ્હાન્વી તેમના સાઢુભાઇ સંતોષ, સંતોષની પત્ની સુધા અને તેમનો 5 વર્ષનો પુત્ર અનુજના મોત થયા છે. મતલબ કે બે બહેના તેમના પતિ અને ભાણેજો એક સાથે અકસ્માતનો શિકાર બની ગયા છે. તો આ ગંભીર અકસ્માતમાં હરેન્દ્ર સિંહની મોટી પુત્રી આયશા, 1 વર્ષનો પુત્ર કાન્હા અને સાઢુભાઇ સંતોષનો મોટો પુત્ર ભાવેશને ઇજા પહોંચી છે. નવાઇની વાત એ છે કે 1 વર્ષના કાન્હાને સામાન્ય ઇજા થઇ છે.

હરેન્દ્રિ સિંહનો પરિવાર

જાણવા મળેલી માહિતી મુજબ હરેન્દ્રિ સિંહના મોટી સાળી સુધાની તાજેતરમાં REETની પરીક્ષામાં શિક્ષિકા તરીકે પસંદગી થઇ હતી. એટલા માટે પરિવારના લોકો બાધા પુરી કરવા માટે ધૌલાપુરમાં આવેલા ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા ગયા હતા. સાઢુભાઇ સંતોષની પત્ની સુધાની શિક્ષિકા માટે પસંદગી થાય તેના માટે બાધા રાખવામાં આવી હતી.

ખાટુ શ્યામ મંદિરેથી દર્શન કરીને જ્યારે પરિવારના લોકો પાછા ફરી રહ્યા હતા ત્યારે ખાનસૂરજાપુર પાસે રસ્તા પર સાંઢ સામે આવી જતા બસ અને કાર બંનેએ અકુંશ ગુમાવ્યો હતો અને સામ સામે ભટકાઇ ગયા હતા.

તમે અકસ્માતની તસ્વીર જોશો તો ખ્યાલ આવશે કે કેટલો ગંભીર અકસ્માત હશે, કારનો ખુરદો બોલી ગયો હતો.

પોલીસે કહ્યું હતું કે ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ એમ્બ્યુલન્સ કર્મચારીઓની હડતાળને કારણે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી શકી નહોતી. પોલીસે વાહનો અને NHIની એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp