UPમા 1 હત્યાનો બદલો 5 મર્ડરથી લેવાયો, બાળકને પણ ન છોડ્યો

PC: twitter.com

સવારનો સમય, ગોળીઓનો અવાજ અને બૂમરાણ, ત્યારબાદ એક ઘરમાંથી નીકળ્યા 5 શબ. આજે સવારે ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં આ ખતરનાક નજારો જોવા મળ્યો. જમીન વિવાદમાં થયેલી એક હત્યાના બદલે 5 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. આ સનસનીખેજ હત્યાકાંડથી આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો. જાણકારી પોલીસને મળી તો તેના પણ હાથ-પગ ફૂલી ગયા. તાત્કાલિક DM થી લઈને SP સુધી ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા. જોત જોતામાં આખું ગામ છાવણીમાં બદલાઈ ગયું. PACને પણ તૈનાત કરી દેવામાં આવ્યા. હાલમાં જ એક ગામમાં 6 હત્યાઓથી તણાવનો માહોલ છે.

પ્રાથમિક જાણકારી મુજબ રૂદ્રપુર પોલીસ સ્ટેશનના ફતેપુર ગામમાં એક જમીનને લઈને પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય પ્રેમ યાદવ અને સત્ય પ્રકાશ દૂબે વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જૂની અદાવત હતી તો મોટા ભાગે તણાવ થઈ જતો હતો. સત્ય પ્રકાશનો આરોપ છે કે પ્રેમ યાદવ તેની જમીન પર સતત કબજો કરી રહ્યો છે. તો પ્રેમ યાદવ તેને પોતાની જમીન બતાવતો હતો. તેને લઈને એ બંનેના પરિવારોમાં વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ સોમવારે સવારે પ્રેમ યાદવનું શબ ગલીમાં પડેલું મળ્યું તો હાહાકાર મચી ગયો.

પ્રેમનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કોણે કરી એ અત્યારે સ્પષ્ટ થયું નહોતું, પરંતુ પ્રેમ યાદવના પરિવારની શંકા સત્ય પ્રકાશ દૂબે પર ગઈ. ત્યારબાદ બદલો લેવા માટે પ્રેમ યાદવના પરિવારના લોકોએ સત્ય પ્રકાશના પરિવારમાં જે પણ સામે આવ્યું તેની હત્યા કરી દીધી. કોઈનું ગળું કાપ્યું તો કોઈને સીધી જ ગોળી મારી દેવામાં આવી. આ ઘટનામાં કુલ 5 લોકોના મોત થઈ ગયા છે જેમાં બાળકો પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ હથિયારો લઈને હુમલાવરોએ સત્ય પ્રકાશ, તેની પત્ની, બે દીકરીઓ અને એક દીકરાને મારી નાખ્યો. જ્યારે એક દીકરો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયો.

તેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું. બીજી તરફ ગામમાં જ 6 લોકોના મોતના સમાચાર મળતા જ પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો. ઘણા પોલીસ સ્ટેશનોની ફોર્સ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ. ગામમાં તણાવને જોતા PACને બોલાવી લેવામાં આવ્યા. આ ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિત પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને આ ઘટના પર સખત કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.

પીડિત પરિવારને દરેક સંભવિત સહાયતા આપવાની પણ વાત કહી છે. પોતે મુખ્યમંત્રી ઘટનાની મોનિટરિંગ કરી રહ્યા છે. ઘટનાને લઈને DGPએ દેવરિયાના SP પાસે રિપોર્ટ માગ્યો છે. મુખ્યમંત્રીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘટનાસ્થળ પર પહોંચીને પીડિત પરિવારને દરેક સંભવિત સહાયતા કરવાના પણ નિર્દેશ આપ્યા છે. સાથે જ કમિશનર/IGને ઘટનામાં તાત્કાલિક અને સખત કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.

સ્પેશિયલ DG પ્રશાંત કુમારે જણાવ્યું કે, રુદ્રપુર તાલુકાના ફતેહપુર ગામના લેહડા ટોલામાં પરસ્પર મતભેદમાં વિવાદ થયો છે. તેમાં એક પક્ષથી એક વ્યક્તિનું મોત થયું, જ્યારે બીજા પક્ષથી 5 લોકોના મોત થયા છે. પ્રથમ દૃષ્ટિએ આ ઘટના પરસ્પર મતભેદ સાથે સંબંધિત છે. ઘટનામાં બે ધરપકડ થઈ છે. પ્રકરણની તપાસ ચાલી રહી છે. બીજી તરફ સ્થાનિક લોકોનું કહેવું છે કે બંને પક્ષોમાં જમીની વિવાદ હતો. પોલીસને પણ તેની ખબર હતી. જો પોલીસ સમય રહેતા ચેતી જતી અને સખત કાર્યવાહી કરતી તો કદાચ એટલી મોટી ઘટના ન થઇ હોત. હાલમાં શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp