સર! પત્નીનો દીકરો થયો છે, જોવા.. 5 બાળકો સાથે જવાબ સાંભળીને પોલીસ પણ હસી પડી

PC: navbharattimes.indiatimes.com

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન બાઇક સવારને જોઈને પોલીસને આશ્ચર્યચકિત રહી ગઇ. એક બાઇક પર 1, 2, 3 નહીં કુલ  6 લોકો સવાર હતા. પોલીસ અધિકારીએ પૂછવા પર તેણે કહ્યું કે, પત્ની હૉસ્પિટલમાં દાખલ છે, દીકરો થયો છે, બધા તેને જોવા માગે છે એટલે તેમને દેખાડવા માટે હૉસ્પિટલ લઈ જઈ રહ્યો છું. બાઇક સવાર વ્યક્તિનો જવાબ સાંભળીને ત્યાં ઉપસ્થિત પોલીસકર્મી પણ હસી પડ્યા. જો કે, બાઇક સવારનો મેમો ફાડી દેવામાં આવ્યો.

લખનૌ અયોધ્યા નેશનલ હાઇવે બાઈપાસ નજીક હેરાન કરી દેનારી ઘટના સામે આવી. અહી વાહન ચેકિંગ કરી રહેલી પોલીસે 5 બાળકો સાથે હેલમેટ પહેર્યા વિનાના બાઇક સવાર વ્યક્તિને રોકી લીધો. વાહન તપાસની ફરજ બજાવતા CO સિટી ડૉ. બીનૂ સિંહ બાઇક પરનો નજારો જોઈને આશ્ચર્યચકિત રહી ગયા. કેમ કે બાઇક પર 1, 2, 3 નહીં કુલ 6 સવારી બાઇક પર હતી. COએ બાઇક સવારને પૂછ્યું કે એટલા લોકો એક બાઇક પર કયા જઈ રહ્યા છો, તો તેના જવાબથી ત્યાં ઉપસ્થિત બધા પોલીસકર્મીઓને હસવું આવી ગયું.

જવાબમાં બાઇક સવારે COને જણાવ્યું કે, સાહેબ પત્નીને દીકરો થયો છે, તે હૉસ્પિટલમાં એડમિટ છે આ બધા ભાઈ તેને જોવા માગે છે, એટલે બધાને હૉસ્પિટલ લઈ જઈ રહ્યો છું. CO સિટી ડૉ. બીનૂ સિંહે બાઇક સવારને ટ્રાફિક નિયમનું પાલન કરવાની ચેતવણી આપી. જો કે, પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ચલણ કાપી દીધું. ઉલ્લેખનીય છે કે, બારાબંકી પોલીસ દ્વારા વાહનવ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં 01 નવેમ્બર 2023થી 25 નવેમ્બર 2023 સુધી વાહનવ્યવહાર નિયમોનું ઉલ્લંઘન કરવા પર કુલ 17,934 વાહન ચાલકોના મેમો ફાડવામાં આવ્યા છે અને 6 લાખ 30 હજાર 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

પોલીસ અધિક્ષક દિનેશ કુમાર સિંહની આગેવાનીમાં બારાબંકી પોલીસ દ્વારા વાહનવ્યવહાર નિયમોના પાલન અને રોડ દુર્ઘટનાઓને રોકવાના હેતુસર એક મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ક્ષેત્રાધિકારીઓ અને પોલીસ સ્ટેશનના પ્રભારીઓ દ્વારા સામાન્ય લોકોને વાહનવ્યવહારના નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરીને જાગૃત અને શિક્ષિત કરવાની દિશામાં વ્યાપક સ્તર પર કામ કરવામાં આવી રહ્યું છે. એ છતા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp