6 વર્ષના બાળકે કૃષિમંત્રીને લખી ચિઠ્ઠી- હું મારું ગુલ્લક તોડીને તમને પાર્ટી..
આજે સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ કંઈક ને કંઈક વાયરલ થતું રહેતું હોય છે. કેટલીક એવી વસ્તુ, ફોટા કે વીડિયો વાયરલ થતા હોય છે જે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચતા હોય છે. હાલમાં મહારાષ્ટ્રથી એક 6 વર્ષીય છોકરાની ચિઠ્ઠીએ લાઇમલાઇટ મેળવી છે, જેણે કૃષિ મંત્રીને ચિઠ્ઠી લાખી છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે શું છે આખો મામલો? છોકરાએ કઇ વાત પર કૃષિ મંત્રીને ચિઠ્ઠી લખી નાખી.
મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના માલેગાંવ તાલુકામાં એક 6 વર્ષના છોકરાએ મહારાષ્ટ્રના કૃષિ મંત્રીને એક ચિઠ્ઠી લખી છે. બાળકે પોતાની આ ચિઠ્ઠીમાં કંઈક એવું લખ્યું છે કે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રના કૃષિ મંત્રી ધનંજય મુંડેને મોકલેલી આ ચિઠ્ઠીમાં બાળકે લખ્યું છે કે, હું તમને પોતાનું ગુલ્લક તોડીને પાર્ટી આપીશ. તમે અમારા ખેતરનું નુકસાન કરી રહેલા પ્રાણીઓથી ખેતરને બચાવો. બાળકે ચિઠ્ઠીમાં લખ્યું કે પ્રાણીઓના કારણે પિતા, ગણપતિ અને લક્ષ્મી પૂજા પર પણ ખેતરથી ન આવી શક્યા.
6 વર્ષીય રુદ્ર શેંગડેએ કૃષિ મંત્રી ધનંજય મુંડેને લખ્યું કે, ‘પોલા, લક્ષ્મી પૂજન અને હાલમાં જ ગણપતિ ઉત્સવ થયો. મારા પિતા ખેતરમાં જ છે. ઘરે ન આવ્યા. મેં મારા પિતાને ફોન કરીને પૂછ્યું તો તેમણે કહ્યું કે, ખેતરથી ઘરે આવી ગયો તો પાકને પ્રાણી નુકસાન પહોંચાડશે. તો હું અત્યારે ઘરે નહીં આવી શકું. મેં મારા પિતાના મોબાઇલમાં જોયું હતું કે સરકારી કર્મચારીઓને જ્યાં સુધી પાર્ટી મળતી નથી, તેઓ કામ કરતા નથી એટલે હું તમને એટલે કે કૃષિ મંત્રી ધનંજય મુંડેને પોતાનું ગુલ્લક તોડીને પાર્ટી આપીશ. અમારા ખેતરમાં આવી રહેલા પ્રાણીઓથી અમને છૂટકારો અપાવી દો, જેથી મારા પિતા ઘરે આવી શકે.
ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં ખેડૂતોની આશાસ્પદ કહેવાતો પાક સોયાબીન મોટા પ્રમાણમાં છે, પરંતુ અનેક જંગલી પ્રાણી ખેડૂતોનો પાક બરબાદ કરી રહ્યા છે. ખેડૂત વારંવાર પ્રશાસનને આ સંદર્ભમાં અવગત કરાવી ચૂક્યા છે એ છતા પણ એ તરફ ગંભીરતાપૂર્વક ધ્યાન ન આપવાના કારણે ખેડૂત હવે પોતાના ખેતરોની પ્રાણીઓથી રક્ષા માટે પોતે જ ખેતરોમાં રહીને પોતાનો પાક સુરક્ષિત રાખે છે. તો આ ક્રમમાં 6 વર્ષીય રુદ્ર શેંડગેએ આ મુદ્દા પર પ્રકાશ નાખ્યો અને પોતાના પિતાને ખેતરમાં જવું ન પડે એટલે કૃષિ મંત્રીને પાર્ટી આપવાની વ્યવસ્થા પોતાના ગુલ્લકથી કરવા બાબતે પોતાની ચિઠ્ઠીમાં લખ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp