12 પાસને 6000 મળશે,ડિપ્લોમા-ગ્રેજ્યુએટને પણ મળશે...શિંદે સરકારની લાડલા ભાઈ સ્કીમ
લાડલી બેહન યોજનાની તર્જ પર મહારાષ્ટ્ર સરકારે લાડલા ભાઈ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, 12 પાસ વિદ્યાર્થીઓને દર મહિને 6000 રૂપિયા, ડિપ્લોમા ધારકોને 8000 રૂપિયા અને સ્નાતકની ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને દર મહિને 10,000 રૂપિયા આપવામાં આવશે. મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ આ યોજનાની જાહેરાત કરી છે. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં યુવા બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારપછી સરકારે 'લાડલા ભાઈ યોજના'ની જાહેરાત કરી છે.
CM એકનાથ શિંદેએ કહ્યું કે, સરકારની દૃષ્ટિએ છોકરા-છોકરી વચ્ચે કોઈ તફાવત નથી, આ યોજના બેરોજગારીનો ઉકેલ લાવશે. લાડલા ભાઈ યોજના હેઠળ યુવાનોને કારખાનાઓમાં એપ્રેન્ટીસશીપ મળશે અને તેમને સરકાર દ્વારા સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકારે 27 જૂને પોતાના બજેટમાં 'લાડલી બેહન' યોજના એટલે કે 'મુખ્યમંત્રી મારી લાડલી બહેન યોજના'ની જાહેરાત કરી હતી. બજેટમાં મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભથ્થું 21 થી 60 વર્ષની વયની મહિલાઓને આપવામાં આવશે. મહારાષ્ટ્રના DyCM અને નાણાપ્રધાન અજિત પવારે વિધાનસભામાં રાજ્યનું 2024-25નું બજેટ રજૂ કરતી વખતે માહિતી આપી હતી કે લાડલી બહેન યોજના જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે લાડલા ભાઈ યોજના પણ આ મહિનાથી લાગુ થઈ શકે છે.
#Live📡। 16-07-2024
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) July 16, 2024
📍 पंढरपूर 📹 कृषी पंढरी २०२४ प्रदर्शनाचा उद्घाटन समारंभ - लाईव्ह https://t.co/TCSgYdycQd
અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં વિપક્ષ ઘણા સમયથી યુવાનોમાં વધતી બેરોજગારીનો મુદ્દો ઉઠાવી રહ્યો છે. શિંદે સરકારે યુવાનો માટે આર્થિક સહાયની જાહેરાત કરીને વિપક્ષને એક રીતે જવાબ આપ્યો છે. CM એકનાથ શિંદેની આ જાહેરાતને આ વર્ષે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સરકારે ચૂંટણીના થોડા મહિના પહેલા આ જાહેરાત કરીને ઘણા વર્ગોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.
આ જાહેરાત પછી શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ બેરોજગાર યુવાનોનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, 'મુખ્યમંત્રી મારી લાડલી બહેન યોજના' તમને મળી ગઈ છે, પરંતુ તમારે અમારા છોકરાઓ વિશે પણ વિચારવું જોઈએ. રાજ્યમાં આજે અનેક યુવાનો બેરોજગાર છે, રાજ્યના વિકાસ અને રોજગાર માટે કોઈ યોજનાઓ નથી. બજેટ માત્ર આવનારી ચૂંટણીઓ માટે છે, ક્યાં છે 'અચ્છે દિન' (સારા દિવસો), આ બધી પોકળ વાતો જ છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp