અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને મહિનો પુરો, જાણો કેટલું દાન આવ્યું

PC: indiatoday.in

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક મહિનો પુરો થઇ ગયો છે. આ એક મહિનાની અંદર 62 લાખ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવવાને કારણે મંદિરને આવક પણ સારી એવી થઇ રહી છે. આ એક મહિનામાં લોકો મંદિરમાં જે ભેટ ચઢાવે છે તેની રકમ પેટે 50 કરોડ રૂપિયા આવ્યા છે.

અયોધ્યા રામ મંદિરમાં 4 મોટી દાન પેટી રાખવામાં આવી છે અને ONLINE ભેટ માટેના કાઉન્ટરો પણ રાખવામાં આવ્યા છે. મંદિરના ટ્રસ્ટે 11 બેંક કર્મચારીઓ અને 3 ટ્રસ્ટના કર્મચારીઓ સહિત 14 લોકોને કામે લગાડ્યા છે જે લોકો રોજે રોજ દાનની રકમની ગણતરી કરે છે.

અત્યારે જે પ્રમાણે શ્રધ્ધાળુઓનો ધસારો છે તે જોતા એક વર્ષમાં કરોડો લોકો અયોધ્યા રામ મંદિરમાં રામલ્લાના દર્શન કરવા આવશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp