આર્મી માટે સરકારે આધુનિક અસૉલ્ટ રાઈફલની ખરીદીને આપી મંજૂરી

PC: khabarchhe.com

પાકિસ્તાનની સરહદ પર વધી રહેલા તણાવ અને દેશમાં થઈ રહેલા આતંકી હુમલાને પહોંચી વળવા માટે રક્ષા મંત્રાલય દ્વારા મોટી સંખ્યામાં અસૉલ્ટ રાઈફલ, સાદી મશીન ગન અને સ્નાઇપર રાઈફલ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. 

રક્ષા મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારે સેના માટે 5,719 સ્નાઈપર રાઈફલ ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેની કિંમત લગભગ 982 કરોડ રૂપિયા છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં રક્ષા અધિગ્રહણ પરિષદ બુધવારે યોજાઈ હતી. 

આ બેઠકમાં 15,935 કરોડ રૂપિયાની રક્ષા ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. 

નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, 'રક્ષા મંત્રાલયે ત્રણેય રક્ષાદળ (જળ, જમીન અને વાયુ) માટે 7 લાખ 40 હજાર અસૉલ્ટ રાઈફલ ખરીદવાની મંજૂરી આપી છે. રક્ષા મત્રાલયે 1,819 કરોડ રૂપિયાની સાદી મશીનગન પણ ખરીદી છે.'

આ સોદા કરારમાં 12 હજાર 280 કરોડ રૂપિયાની લાગતથી ત્રણેય પ્રકારની આર્મીઓ માટે 7 લાખ 40 હજાર આધુનિક અસૉલ્ટ રાઈફલ ખરીદવામાં આવશે. 850 કરોડ રૂપિયાની સાદી મશીનગન પણ ખરીદવામાં આવશે. નૌસેના માટે તારપીડો પણ ખરીદવામાં આવશે. 

આધુનિક અસૉલ્ટ રાઈફલ બૉય એન઼્ડ મેક ઈન્ડિયન સિરીઝ હેઠળ આયુદ્ધ ફેક્ટરીઓ પાસેથી ખરીદવામાં આવશે. રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ ખરીદીના પગલે મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને પણ ફાયદો થશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp