કેજરીવાલનો દાવો-દિલ્હીમાં ઓપરેશન લોટસ કરવાની તૈયારીમાં છે BJP, AAP ધારાસભ્યોને..

PC: indiatoday.in

લ્હીમાં સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી (AAP)એ ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કર્યો છે. AAPએ દાવો કર્યો કે, ભાજપ તેમની પાર્ટીના 7 ધારાસભ્યો સાથે સંપર્ક કર્યો છે અને અફવા ફેલાવી રહી છે કે આબકારી નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકાય છે. આ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી છે અને દાવો કર્યો કે ભાજપ દિલ્હીમાં AAPના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે.

ગત દિવસોમાં ભાજપે અમારા દિલ્હીના 7 ધારાસભ્યો સાથે સંપર્ક કર્યો અને કહ્યું કે, થોડા દિવસ બાદ કેજરીવાલની ધરપકડ કરી લેશે. ત્યારબાદ ધારાસભ્યોને તોડીશું. 21 ધારાસભ્યો સાથે વાત થઈ ગઈ છે. બાકી બચેલા ધારાસભ્યો સાથે પણ વાત કરી રહ્યા છે. ત્યારબાદ દિલ્હીમાં AAPની સરકાર પાડી દેશે. તમે પણ આવી જાવ. 25 કરોડ રૂપિયા આપીશું અને ભાજપની ટિકિટથી ચૂંટણી લડાવી દઇશું.

જો કે, તેમનો દાવો છે કે 21 ધારાસભ્યો સાથે સંપર્ક કર્યો છે, પરંતુ અમારી જાણકારી મુજબ, તેમણે અત્યાર સુધી 7 ધારાસભ્યો સાથે જ સંપર્ક કર્યો છે અને બધા ધારાસભ્યોએ તેમની ઓફર ફગાવી દીધી છે. કેજરીવાલે આગળ દાવો કરતા X પર લખ્યું કે, તેનો અર્થ કોઈ આબકારી નીતિ કૌભાંડની તપાસ માટે મારી ધરપકડ કરવામાં આવી રહી નથી, પરંતુ AAPની સરકાર પાડી દેવા માટે ષડયંત્ર કરી રહ્યા છે.

છેલ્લા 9 વર્ષોમાં અમારી સરકાર પાડવા માટે ભાજપે ઘણા ષડયંત્ર કર્યા, પરંતુ કોઈ સફળતા મળી નથી. ભગવાને અને જનતાએ હંમેશાં અમારો સાથ આપ્યો છે. અમારા બધા ધારાસભ્ય પણ મજબૂતીથી અમારી સાથે છે. આ વખત પણ આ લોકો પોતાના ઈરાદામાં ફેઇલ થશે. આ લોકો જાણે છે કે દિલ્હીની જનતા માટે અમારી સરકારે કેટલા કામ કર્યા છે. તેમના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી અડચણો છતા અમે એટલા કામ કર્યા છે. દિલ્હીની જનતા AAPને ખૂબ પ્રેમ કરે છે એટલે ચૂંટણીઓમાં AAPને હરાવવી તમના વશની વાત નથી તો એક નકલી આબકારી નીતિ કૌભાંડના બહાને ધરપકડ કરીને સરકાર પાડવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp