મેડિકલમાં કામ કરતા માણસના ખાતામાં 753 કરોડ જમા થઇ ગયા, પણ બેંકમાં તપાસ કરી તો...

PC: indiatoday.in

ચેન્નઇમાં એક સામાન્ય માણસ કે જેનો મહિને 15,000 પગાર છે અને મેડિકલ શોપમાં નોકરી કર છે,તેના ખાતામાં 753 કરોડ રૂપિયા જમા થઇ ગયા હતા. ફોન પર જ્યારે બેલેન્સનો મેસેજ આવ્યો ત્યારે આ માણસના હોંશ ઉડી ગયા. બેંક પર જઇને તપાસ કરી તો બેંકે ખાતું ફ્રિજ કરી દીધું.

ચેન્નઇના કરનકોવિલમાં રહેતા અને તેનામાપેટમાં એક મેડિકલ સ્ટોર્સમાં નોકરી કરતો મોહમ્મદ ઇદરીસે પોતાના મિત્રને પોતાના કોટક મહિન્દ્રા બેંકના ખાતામાંથી 2,000ની રકમ ટ્રાન્સફર કરી હતી. એ પછી બેંકમાંથી મોબાઇલ પર બેલેન્સનો મેસેજ આવ્યો. જે જોઇને ઇદરીસની આંખો પહોળી થઇ ગઇ હતી. તેના ખાતામાં 753 કરોડ રૂપિયાની બેલેન્સ બતાવવામાં આવી હતી. જિંદગીમાં 7 કરોડ રૂપિયા ન જોયા હોય અને ખાતામાં 753 કરોડ રૂપિયાની રકમનો મેસેજ આવે તો કોઇ પણ માણસ ચોંકી ઉઠે.

ઇદરીસે પોતાની બેંકમાં જઇને વાત કરી તો બેંકે ઇદરીસનું ખાતું ફ્રિજ કરી દીધું હતું. બેંકના અધિકારીઓએ ઇદરીસને કહ્યુ હતું કે, ટેકનિકલ પ્રોબ્લેમને કારણે ખોટી રીતે તેમના ખાતામાં રકમ જમા થઇ ગઇ છે એટલે ખાતું ફ્રિજ કરવામાં આવ્યું છે.

મોહમ્મદ ઇદરીસે પત્રકારોની સાથે વાતચીતમાં કહ્યું હતું કે, બેંકે શાખાના અધિકારીઓએ પૈસા જમા થવાનું યોગ્ય કારણ આપ્યું નથી. કોટક મહિન્દ્રા બેંકના પ્રવક્તાએ કહ્યું કે આ ભૂલ SMS મેસેજિંગમાં ખામીને કારણે થઈ છે. તેઓએ કહ્યું, ખોટા એકાઉન્ટ બેલેન્સ માત્ર મેસેજમાં જ દેખાય છે, ખાતમાં નહી. મતલબ કે મેસેજમાં 753 કરોડ બેલેન્સ બતાવે, પરંતુ ગ્રાહકના વાસ્તવિક ખાતમાં એટલી બેલેન્સ ન હોય. અમે પુષ્ટિ કરવા માંગીએ છીએ કે ગ્રાહકનું ખાતું બંધ કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે એક ટીમ ભૂલ સુધારવા માટે કામ કરી રહી છે.

તમિલનાડુથી આવી બીજી ઘટના સામે આવી છે. આ પહેલા ચૈન્નઇના એક કેબ ડ્રાઇવરનું તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાં ખાતું હતુ તેના ખાતમાં 9,000 કરોડ રૂપિયાની રકમ જમા થઇ ગઇ હતી. જેવી બેંકને ખબર પડી કે તરત કાર્યવાહી કરીને બેંકે 9,000 કરોડ રૂપિયાની રકમ પાછી મેળવી લીધી હતી.

આવી જ એક ઘટા તંજાવુરના ગણેશન સાથે બની હતી. તેના ખાતમાં 756 કરોડ રૂપિયા જમા થઇ ગયા હતા. ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે, પણ તેની સાથે ભૂલોની ભરમાર પણ વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp