નાના રોકાણકારોની 76,000 કરોડની રકમ SEBI રિકવર કરી શકતી નથી

PC: livemint.com

રોકાણકારોની સુરક્ષા અને શેરબજારનું નિયમન કરતી સિક્યોરિટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) રોકાણકારોના ફસાયેલા 76293 કરોડ રૂપિયાની રકમ રિકવર કરી શકતી નથી. સેબી માટે આ એક મોટો પડકાર છે.

આ એવા રોકાણકારોની રકમ છે જેમણે PACL અને સહારા ઇન્ડિયા જેવી કંપનીઓમાં રોકાણ કર્યું હતું. કંપનીઓ બંધ થઇ ગઇ અને રોકાણકારોના રૂપિયા સલવાઇ ગયા. સેબીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ રકમ પરત મેળવવી લગભગ અસંભવ છે.

માત્ર PACL અને સહારા ઇન્ડિયામાં જ નાના નાના રોકાણકારોની 63206 કરોડ રૂપિયાની રકમ ફસાઇ ગઇ છે. રોકાણકારોના પેસા કંપની એને કોર્ટના ચક્કરમાં ફસાયેલા છે, જે મેળવવા આસાન નથી. 140 કેસો એવા છે જેમાં કંપનીના માલિકાનો કોઇ અતાપતો જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp