ખીચડી વહેચવાનું 8.34 કરોડનું કૌભાંડ, CM શિંદેની પાર્ટીના સચિવનું નામ આવ્યું

PC: hindustantimes.com

કોરોના મહામારી દરમિયાન, મહારાષ્ટ્રમાં પરપ્રાંતિય મજૂરોને ખીચડીનું વિતરણ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં કુલ રૂ. 8.64 કરોડની છેતરપિંડીનો આરોપ છે. મુંબઈ પોલીસે એક પેઢી વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. એક અખબારે કરેલી RTIમાં જાણવા મળ્યું કે શિવસેનાના એકનાથ શિંદે જૂથના એક પ્રમુખ પદાધિકારી આ આરોપી પેઢીમાં ભાગીદાર છે.કથિત નાણાકીય હેરાફેરી સાથે જોડાયેલા કેસને ખીચડી સ્કેમ કહેવામાં આવી રહ્યું છે. એક લાઇનમાં કહેવું હોય તો એમ કહી શકાય કે ખીચડી સ્કેમ એ ગેરકાયેદસર રીતે કોન્ટ્રાક્ટ મેળવવાનો કેસ છે.

મુંબઇ પોલીસની FIR મુજબ, 9 એપ્રિલ, 2020ના દિવસે કમ્યૂનિટી કિચન પર ચર્ચા કરવા માટે Brihanmumbai Municipal Corporation (BMC) ની ઓફિસમાં એક મીટિંગ મળી હતી. એ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટ એને જ આપવામાં આવશે , જે 5,000થી વધારે ફુડ પેકેટ્સ તૈયાર કરી શકે, કોન્ટ્રાક્ટ કોઇ ચેરિટી સંગઠન અને રસોઇ ચલાવતા કોઇ NGOને આપવામાં આવે.

કાયદેસર રીતે કોન્ટ્રાક્ટ માટે દાવો કરનાર પાસે રસોઇ અને આરોગ્ય વિભાગનું પ્રમાણપત્ર હોવું જોઇએ એવું BMCની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આરોપી કંપનીએ તો બધા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

કોરોના મહામારીના સમયમાં ખીચડીના વિતરણ માટે વૈષ્ણવી કિચન, સહ્યાદ્રિ રિફ્રેશમેન્ટ અને સુનીલ ઉર્ફે બાલા કદમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ તેમની પાસે તો 5,000 લોકો માટે ખીચડી બનાવવા માટે કોઇ રસોડું પણ નહોતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે જેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા તેમણે 300 ગ્રામ વજનના પેકેટ્સ તૈયાર કરવાના હતા, પરંતુ તેમણે તો 100થી 200 ગ્રામ વજનના જ પાર્સલ તૈયાર કર્યા. આખું પોતે તો કર્યું જ નહી અને અન્ય લોકોને સામેલ કરી દીધા.

સુજીત પાટેકર

મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષે સપ્ટેમ્બરમાં, ઇકોનોમિક ઓફેન્સ વિંગે સુનીલ ઉર્ફે બાલા કદમ, રાજુ સાલુંખે, સુજીત પાટકર (સંજય રાઉતના સહયોગી), BMCના અનામી ભૂતપૂર્વ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, બાકીના ભાગીદારો, સંબંધિત BMC કર્મચારીઓ અને કેટલાક ખાનગી લોકો સામે કેસ નોંધ્યો હતો. ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ છેતરપિંડી, વિશ્વાસનો ભંગ અને ગુનાહિત કાવતરુંનો આરોપ મૂકવામાં આવ્યો છે.

FIRમાં કહેવામાં આવ્યું છે કે BMCએ સહ્યાદ્રિ રિફ્રેશમેન્ટસને 5.93 કરોડ રૂપિયા આપ્યા હતા, જેણે કન્સલટીંગ સર્વિસના નામે સુજીત પાટકરને 45 લાખ રૂપિયા આપ્યા હતા.

ફોર્સ વન મલ્ટી સર્વિસિસ નામની કંપનીને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટની તપાસ કરતી વખતે, EOW ને જાણવા મળ્યુ કે કંપની પાસે તેનું ન તો પોતાનું રસોડું હતું કે ન તો આરોગ્ય વિભાગ અથવા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું કોઈ લાઇસન્સ હતું. તેમણે ખીચડી બનાવવાનું કામ સ્નેહા કેટરર્સને આપ્યું હતું, જેઓ માત્ર 100 ગ્રામના પેકેટ બનાવતા હતા.

એક મીડિયાએ કરેલી RTIમાં ખબર પડી કે આ કંપની સંજય માશિલકરની છે, જે શિવસેના શિંદે ગ્રુપમાં પાર્ટી સચિવ છે. મુબંઇ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે પૃષ્ટિ કરી છે કે સંજય માશિલકરના બંનો પુત્રો પ્રીતમ અને પ્રાંજલ પણ કંપનીમાં પાર્ટનર છે.

સંજય માશિલકરને જ્યારે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે. હું આ કેસમાં ક્યાય પણ સામેલ નથી. મેં પેઢીનું કામ જોવા માટે બે લોકોને નોકરીએ રાખ્યા હતા.

જ્યારે વર્ષ 2020માં આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, ત્યારે BMC અર અવિભાજીત શિવસેનાનું નિયત્રંણ હતું અને ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. સંજય માશિલકર તે વખતે પાર્ટીમાં નાયબ સચિવ પદ પર હતા.

BMCની આ કથિત અનિયમિતતાની તપાસ દરમિયાન EOW એ ઘણી પૂછપરછ કરી હતી. 22 ઓગસ્ટના રોજ સમાચાર આવ્યા કે EOW એ યુવા સેનાના અધિકારી સૂરજ ચવ્હાણની લગભગ છ કલાક સુધી પૂછપરછ કરી હતી. તેઓ આદિત્ય ઠાકરેના નજીકના હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp