'તમારા ખાતામાં 9000 કરોડ જમા થયા' ડ્રાઈવરને અચાનક મેસેજ આવ્યો,પૈસા ખર્ચવા લાગ્યો

PC: tamil.asianetnews.com

આધુનિક ટેક્નોલોજીનો વિકાસ એટલો બધો થઇ ગયો છે કે, તેના ઘણા પરિણામો જોવા મળે છે, ઘણી વખત સારા પરિણામો હોય છે, તો કેટલીક વખત ખરાબ અનુભવ પણ થતા હોય છે. ટેક્નોલોજીના આ વિકાસની સાથે બેન્ક સાથેનો વ્યવહાર કરવો સરળ અને આસાન બની ગયો છે. કોઈને પૈસા ચૂકવવાના હોય, કોઈ જગ્યાએ પૈસા ખલાસ થઇ ગયા હોય તો ત્યાંથી ઉપાડવાની સુવિધા હોય છે. વળી પૈસા ઉપાડ્યા વગર કોઈને બીજી જગ્યાએ ચૂકવવાનું થતું હોય તો એ પણ ટેક્નોલોજીની મારફત સરળ બની ગયું છે. ટેકનોલોજી એટલી હદે વધી ગઈ છે. એમાં પણ જ્યારે, બેંકના ખાતામાં એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતી વખતે બેન્કના કર્મચારીઓએ ખુબ જ ધ્યાન રાખવું પડે છે, એક નાનકડી ભૂલ પણ તેમને ખુબ ભરી પડી શકે છે, આવા જ એક ઉદાહરણ રૂપે, ચેન્નાઈમાં એક ચોંકાવનારી ઘટના બની છે.

તમિલનાડુમાં કાર ડ્રાઈવર રાજકુમારને એક ક્ષણ માટે 'પ્રિન્સ' જેવો અનુભવ થયો જ્યારે અચાનક તેના ખાતામાં 9000 કરોડ રૂપિયા આવી ગયા. ડ્રાઈવરે આ રકમમાંથી 21,000 રૂપિયા તેના મિત્રના ખાતામાં ટ્રાન્સફર પણ કર્યા હતા. જોકે તેની ખુશી લાંબો સમય ટકી શકી નહીં. બેંકે ભૂલથી તેના ખાતામાં મોકલેલી રકમ કાપી લીધી છે.

પલાની નિવાસી રાજકુમાર કાર ચાલક છે. તે કોડમ્બક્કમમાં તેના મિત્ર સાથે રહે છે અને કાર ચલાવે છે. 9 સપ્ટેમ્બરે જ્યારે રાજકુમારે જોયું કે, તેમના ખાતામાં 9000 કરોડ રૂપિયા આવી ગયા છે, ત્યારે તેઓ ચોંકી ગયા હતા. રાજકુમારનું તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકમાં ખાતું છે. તે સમયે તેમના ખાતામાં માત્ર 105 રૂપિયા હતા. આવી સ્થિતિમાં તેમને લાગ્યું કે આ તેમની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ છે. જેથી તેણે 21,000 રૂપિયા તેના મિત્રના ખાતામાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો. અને તે ટ્રાન્સફર થઇ પણ ગયા હતા.

આ અંગે રાજકુમારે કહ્યું કે 'આખો દિવસ કામ કર્યા પછી, હું (9 સપ્ટેમ્બરના રોજ) બપોરે થોડી વાર માટે સુઈ ગયો હતો. લગભગ બપોરે 3 વાગ્યાની આસપાસ, મને મારી બેંક (તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક) તરફથી મારા ખાતામાં પૈસા જમા થવા અંગેનો એક સંદેશ મળ્યો. પ્રથમ નજરે તો હું તે રકમની ગણતરી પણ કરી શકતો નથી કારણ કે તેમાં ઘણા શૂન્ય હતા.'

જો કે, થોડા સમય પછી બેંક અધિકારીઓએ રાજકુમારનો સંપર્ક કર્યો અને તેમને કહ્યું કે ભૂલથી તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. બેંક કર્મચારીઓએ રાજકુમારને આ પૈસા કોઈને ટ્રાન્સફર ન કરવા કહ્યું. થોડા સમય પછી બેંકે આ પૈસા કાપી લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બેંક મેનેજમેન્ટે રાજકુમારને તેના મિત્રને મોકલેલા 21,000 રૂપિયા પરત કરવા કહ્યું છે, કારણ કે આ પૈસા બેંકમાંથી ભૂલથી મોકલવામાં આવ્યા હતા.

જો તે ટ્રાન્સફર કરેલા 21,000 રૂપિયા જલ્દીથી બેંકમાં જમા નહિ કરે તો, બેન્કના એક અધિકારીએ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી, ત્યારે તે એક વકીલ સાથે બેંકની T નગર શાખામાં ગયો જ્યાં બંને પક્ષે સમાધાન થયું. રાજકુમારે કહ્યું, 'બેંકે કહ્યું કે મારે અત્યાર સુધી ઉપાડેલી રકમ પરત કરવાની જરૂર નથી, અને મને કાર લોન લેવાની ઓફર પણ કરી છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp