92 વર્ષીય મતદાતા પહેલી વખત નાખશે વોટ, જાણો આખી જિંદગી કેમ ન કર્યું મતદાન
સામાન્ય રીતે દેશમાં ભારતીય મતદાતાઓ માટે મતદાનમાં હિસ્સો લેવા માટે 18 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે, પરંતુ ઝારખંડના સાહિબગંજમાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં લગભગ 92 વર્ષીય એક મતદાતા પોતાની જિંદગીમાં પહેલી વખત મતદાન કરશે. સાહિબગંજ જિલ્લાના મંડરો પેટાવિભાગના રહેવાસી મોહમ્મદ ખલીલનું નામ પહેલી વખત મતદાતા લિસ્ટમાં જોડાશે.
મુખ્ય ચૂંટણી અધિકારી રવિ કુમારે શુક્રવારે દિવ્યાંગ ખલીલને તેના ઘર પર જઈને મતદાતા લિસ્ટમાં તેનું નામ જોડાવવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. શુક્રવારે મુખ્ય ચૂંટણી અધિકારી રવિ કુમાર સાહિબગંજના પ્રવાસ પર આવ્યા હતા. તેમણે દુર્ગમ ક્ષેત્રના ગામોમાં જઈને વરિષ્ઠ અને દિવ્યાંગ મતદાતાઓ સાથે વાત કરી. તેમને મળતી સુવિધાઓ વિશે જાણકારી લીધી. આ દરમિયાન મોહમ્મદ ખલીલનો મામલો સામે આવ્યો.
સાહિબગંજ જિલ્લાના દુર્ગમ વિસ્તારના મતદાન કેન્દ્રો પર લઘુત્તમ સુવિધાઓની જાણકારી લેવા માટે મુખ્ય ચૂંટણી અધિકારી ઝારખંડના રવિ કુમાર પ્રવાસ પર નીકળ્યા હતા. તેમની સાથે જ ચૂંટણી પદાધિકારી સહ ડેપ્યુટી કમિશનર હેમંત સતીએ શુક્રવારે સાહિબગંજ જિલ્લાના મંડરો પેટાવિભાગમાં બનેલા મતદાન કેન્દ્રોનું અચૂક નિરીક્ષણ કર્યું. તેની સાથે જ ગામમાં જઈને વરિષ્ઠ અને દિવ્યાંગ મતદાતાઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન મુખ્ય ચૂંટણી પદાધિકારીએ બડખોરી ગામના રહેવાસી લગભગ 92 વર્ષીય વરિષ્ઠ અને દિવ્યાંગ નાગરિક ખલીલ અંસારી સાથે વાત કરી. મતદાતા લિસ્ટમાં તેનું નામ હોવાની જવાબદારી લીધી.
મોહમ્મદ ખલીલે જણાવ્યું કે, પહેલા તે બિહારના પૂર્ણિયા જિલ્લામાં રહેતો હતો, પરંતુ હવે સાહિબગંજ જિલ્લાના મંડરો પેટા વિભાગ અંતર્ગત બડખોરીમાં રહે છે. ખલીલે મતદાતા લિસ્ટમાં નામ ન હોવાના કારણે ક્યારેય પોતાના મતાધિકારનો ઉપયોગ ન કરવાની જાણકારી આપી. તેના પર મુખ્ય ચૂંટણી અધિકારીએ ખલીલનું નામ મતદાતા લિસ્ટમાં જોડવાની પ્રક્રિયા તાત્કાલિક કરવાના નિર્દેશ આપ્યા. તેમણે અન્ય વરિષ્ઠ મતદાતાઓને મળીને તેમના માટે મતદાન કેન્દ્ર પર ઉપલબ્ધ લઘુત્તમ સુવિધાઓ અને અન્ય વ્યવસ્થાઓ બાબતે જાણકારી લીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp