અયોધ્યાના રામ મંદિરમાં 5500 કિલો વજનનો ધ્વજદંડ લાગશે, ગુજરાતમાં બન્યો છે

અયોધ્યાના રામ મંદિર પર 161 ફુટ ઉંચા શિખર પર જે મુખ્ય ધ્વજ દંડ લાગવાનો છે તે ગુજરાતમાં બની રહ્યો છે.

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાની છે.રામ મંદિરના નિર્માણમાં ગુજરાતનું પણ મોટું યોગદાન છે. મંદિરની ડિઝાઇન ગુજરાતના આર્કિટેક્ટ બનાવી છે તો ગુજરાતના અમદાવાદમાં આવેલા ગોતાની એક ફેકટરીમાં 7 ધ્વજદંડ બનાવવામાં આવી રહ્યા છે. એમાં જે મુખ્ય ધ્વજદંડ જે 161 ફુટ ઉંચા શિખર પર લાગવાનો છે તે 5500 કિલો વજનનો છે અને બાકીના 6 ધ્વજદંડ દરેક 800 કિલોના છે. આ ધ્વજદંડ તાંબુ અને કસબ મિશ્ર કરીને બનાવવામાં આવ્યા છે.

ગોતામાં ફેકટરીના માલિક ભરત મેવાડાએ કહ્યુ કે, રામ મંદિર માટે અમે ઘણી બધી વસ્તુઓ સપ્લાય કરી છે, ઝુમ્મર, દરવાજા અને હવે અમે 7 ધ્વજદંડ પણ બનાવી રહ્યા છીએ. 81 વર્ષથી અમારો પરિવાર ધ્વજદંડના બિઝનેસમાં છે. આ અમારી ત્રીજી પેઢી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp