રામ મંદિર માટે 90 વર્ષની મહિલાએ 30 વર્ષ મૌન વ્રત રાખ્યુ હતું, હવે પહેલો શબ્દ...
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં જ ધનબાદ નિવાસી સરસ્વતી દેવીનો ચહેરો ખીલી ઉઠ્યો છે. આ સુખમાં તેમની તપસ્યા પણ સામેલ છે. સરસ્વતી દેવીએ ત્રણ દાયકા પહેલા પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી તેઓ મૌન વ્રત રાખશે. હવે મૌન તોડવાનો સમય નજીક આવી ગયો છે.
1990ના દાયકામાં જ્યારે અયોધ્યામાં રામ મંદિરને લઈને દેશભરમાં આંદોલન વધી રહ્યું હતું ત્યારે ધનબાદની રહેવાસી સરસ્વતી દેવીએ મંદિર બનાવવાનું સપનું જોયું હતું. સરસ્વતી દેવીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાની ઈચ્છા સાથે મૌન વ્રત શરૂ કર્યા હતા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 'રામ... સીતારામ' શબ્દો સાથે તેમનું મૌન વ્રત તુટશે.
અત્યારે સરસ્વતી દેવીનું મૌન તુટ્યું નથી એટલે જ્યારે મીડિયાના લોકો તેમના ઘરે પહોંચ્યા તો તેમણે તાળ વગાડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
ધનબાદના કરમટંડના રહેવાસી 85 વર્ષીય સરસ્વતી દેવીએ મૌન વ્રત દરમિયાન ચાર ધામની યાત્રા કરી હતી. તેમણે અયોધ્યા, કાશી, મથુરા, તિરુપતિ બાલાજી, સોમનાથ મંદિર, બાબા બૈદ્યનાથધામની મુલાકાત લીધી હતી. ભગવાન રામના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરનાર સરસ્વતી દેવી આ દિવસોમાં પોતાનો મોટાભાગનો સમય અયોધ્યામાં વિતાવે છે.
તેઓ ખૂબ જ ખુશ છે અને લખીને બતાવે છે કે,મારું જીવન સફળ થઈ ગયું છે, રામલલાએ મને પ્રાણ પ્રતિષ્ઠા માટે બોલાવી છે. મારી તપસ્યા અને ધ્યાન સફળ થયા. 30 વર્ષ પછી 'રામ નામ'થી મારું મૌન વ્રત તૂટશે. સરસ્વતી દેવી 8 જાન્યુઆરીએ અયોધ્યા જશે. જો કે તેમના પરિવારના અન્ય સભ્યોને આમંત્રણ મળ્યું નથી,માત્ર સરસ્વતી દેવીને જ આમંત્રણ મળ્યું છે.
સરસ્વતી દેવીના પરિવારના સભ્યોનું કહેવું છે કે સરસ્વતી દેવી 1992માં અયોધ્યા ગયા હતા.ત્યાં તેઓ રામ જન્મભૂમિ ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલ દાસને મળ્યા હતા. તેમણે સરસ્વતી દેવીને કામતાનાથ પર્વતની પરિક્રમા કરવાનો આદેશ આપ્યો. આદેશ મળ્યા પછી સરસ્વતી દેવી ચિત્રકૂટ ગયા.એક ગ્લાસ દૂધ પીને તે સાડા સાત મહિના સુધી કલ્પવાસમાં રહ્યા હતા અને માત્ર ગ્લાસ દુધ પીને રહ્યા હતા. સાથે કમતાનાથ પહાડની 14 કિલોમીટરની પરિક્રમા કરી હતી. પરિક્રમા કર્યા પછી સરસસ્વતી દેવી પાછા 1992માં નૃત્ય ગોપાલદાસને મળ્યા હતા અને તેમણે મૌન ધારણ કરવાનું કહ્યું હતું. સરસસ્વતી દેવીએ સંકલ્પ લીધો હતો જયાં સુધી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પુરી ન થાય ત્યાં સુધી મૌન તૌડશે નહીં.
સરસ્વતી દેવીના લગ્ન 65 વર્ષ પહેલા ધનબાદના ભોનરામાં રહેતા દેવકીનંદન અગ્રવાલ સાથે થયા હતા. રાજસ્થાનથી ધનબાદ આવેલા સરસ્વતી દેવી ક્યારેય શાળાએ ગયા નથી. તેમના પતિએ તેમને મૂળાક્ષર શીખવ્યા હતા. તે પછી પુસ્તકો જોઈને લખતા વાંચતા શીખ્યા. સરસ્વતી દેવી દરરોજ ધાર્મિક ગ્રંથો વાંચે છે. જ્યારે દિવસમાં એકવાર સાત્વિક ખોરાક જમે છે.
તેના પતિનું 35 વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમને આઠ બાળકો હતા (ચાર પુત્રો, ચાર પુત્રીઓ), જેમાંથી ત્રણ મૃત્યુ પામ્યા હતા. જ્યારે પરિવારને તેના મૌન રાખવાની જાણ થઈ ત્યારે પરિવારના સભ્યોએ તેનું સ્વાગત કર્યું અને સમર્થન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp