ભારત ડાયમંડ બુર્સમાં 1000 નવી ઓફિસ બનશે, સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો ખાલી

PC: wfdb.com

અત્યારે બેટલ ઓફ બોર્સીસ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સુરત ડાયમંડ બુર્સ અને મુંબઇમાં આવેલા ભારત ડાયમંડ બુર્સ વચ્ચે ર્સ્પધા જોવા મળી રહી છે. ભારત ડાયમંડ બુર્સમાં નવી 1000 ઓફિસો બનવાની છે તો સુરત ડાયમંડ બુર્સમાં હજુ 3 ઓફિસો માંડ ખુલી છે.

KhabarChhe.Comએ ભારત ડાયમંડ બુર્સના પ્રમુખ અનૂપ મહેતા સાથે ફોન પર વાત કરી હતી, તેમણે કહ્યું કે,મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) 'G' બ્લોકમાં BDBના સ્થાન માટે 4.0 ના વૈશ્વિક ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI)ની દરખાસ્ત કરી છે. નવી FSI BDBને 12 લાખ ચોરસ ફૂટ બિલ્ટ-અપ સ્પેસ ઉમેરવાની મંજૂરી આપશે, જે તેને વધારાની 1,000 હીરાની ઓફિસોને સમાવવાની મંજૂરી આપશે.

હીરાઉદ્યોગમાં એવી ચર્ચા છે કે જ્યારથી સુરત ડાયમંડ બુર્સ બન્યું છે ત્યારથી જૈન વર્સીસ પાટીદારની પણ લડાઇ શરૂ થઇ છે. મુંબઇના વેપારીઓને સુરતનો હીરાઉદ્યોગ વિકસે એમાં રસ નથી એવું ઉદ્યોગકારો કહી રહ્યા છે. બીજી તરફ સુરત ડાયમંડ બુર્સમાં જ્યારથી ગોવિંદભાઇ ધોળકીયાના ચેરમેન બનાવાયા છે ત્યારથી એક નવું જોમ આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઇ પટેલે કહ્યું કે, મહિધરપરા હીરાબજાર, વરાછામાં ફેન્સી માર્કેટમાં તાજેતરમાં મીટિંગ કરવામાં આવી હતી, જે મુજબ જૂન- જુલાઇ સુધીમાં એક સાથે 500 ઓફિસો શરૂ થશે. સુરત ડાયમંડ બુર્સના હોદ્દેદારો 18 એપ્રિલે મુંબઇમાં BKC ખાતે મુંબઇના હીરાના વેપારીઓ સાથે બેઠક કરવાના છે અને તેમને સુરતમાં ઓફિસ શરૂ કરવા માટે સમજાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp