‘આર્ટિકલ-370 હટવાની અસર, PDP પરથી..’, જમ્મુ-કાશ્મીરમાં NCની જીતના મોટા ફેક્ટર
જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ (NC) અને કોંગ્રેસ ગઠબંધને 48 સીટો જીતી લીધી છે. તેમાં NC 42 સીટો પર તો કોંગ્રેસ 6 સીટો પર જીતી છે. આ જીત બાદ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ઉમર અબ્દુલ્લા આગામી મુખ્યમંત્રી બનશે. એવામાં એ જાણવું જરૂરી છે કે NCના શાનદાર પ્રદર્શન પાછળ શું કારણ રહ્યા?
આર્ટિકલ 370 હટવાથી વિશેષ દરજ્જો ગુમાવવાનો દર્દ:
કશ્મીરના લોકો અત્યાર સુધી ભૂલ્યા નથી કે કયા પ્રકારે આર્ટિકલ 370 હટાવવામાં આવ્યું. રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશમાં બદલી દેવાથી ઘા પર મીઠું નાખવા જેવું થયું. લોકોના મનમાં અત્યાર પણ તેની અનુભૂતિ છે. વિકાસ, રસ્તા, પર્યટનના માધ્યમથી અવિશ્વાસની ખીણને ભરવાનો ભાજપે પુરજોશ પ્રયાસ કર્યો, પરંતુ બધા પ્રયાસ નિષ્ફળ રહ્યા. જે ઘાટીના લોકોને એ ન સમજાવી શકી કે આર્ટિકલ 370 વરદાન નહોતું. સન્માનનો મામલો નહોતો. પરંતુ એક છળ હતું. જેને NC અને PDP જેવી પાર્ટીઓ રાજકીય ફાયદા માટે લોકોને વેચી રહી હતી.
સરકારના સખત નિયમોની પડી અસર:
આર્ટિકલ 370 બાદ અલગાવવાદી ઇકોસિસ્ટમ પર ભાજપ સરકારની અભૂતપૂર્વ કાર્યવાહીથી સુરક્ષાની સ્થિતિમાં સુધાર થયો. તેનાથી આતંક અને પથ્થરબાજીની ઘટનાઓમાં ભારે ઘટાડો નોંધાયો, પરંતુ સામૂહિક જવાબદારી અને દંડના સિદ્ધાંતથી સામાન્ય વ્યક્તિઓને પણ કેટલીક બાબતે નુકસાન ઉઠાવવું પડ્યું. જેમાં અભિવ્યક્તિની આઝાદી પર અંકુશ લગાવવાની સામાન્ય ફરિયાદ સામેલ હતી કેમ કે લોકોને ડર હતો કે કોઇ પણ અસહમતી તેમને પરેશાનીમાં નાખી શકે છે.
જ્યારે બીજી તરફ નોકરીઓ, પાસપોર્ટ અને અન્ય સેવાઓ માટે સિક્યોરિટી વેરિફિકેશનને સખત બનાવી દેવામાં આવ્યા હતા કેમ કે જે કોઇના પણ સંબંધી, ભલે તેઓ ગમે તેટલા દૂરના કેમ ન હોય જો કોઇ પણ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિમાં સામેલ હોવાની જાણકારી મળતી તો તેમને પણ તેના માટે જવાબદાર ઠેરવવામાં આવતા હતા. જેના કારણે ભાજપ સરકાર વિરુદ્ધ ગંભીર પરંતુ મૌન અસંતોષ ઉત્પન્ન થયો.
વૉટર્સનો PDP પરથી ભરોસો ઉઠ્યો
NC સિવાય વૉટર્સ પાસે એવો કોઇ વિકલ્પ નહોતો જેના પર તેઓ ભરોસો કરી શકે. એવામાં લોકોએ NCને ખૂબ સમર્થન આપ્યું. PDPએ 2014ની ચૂંટણી બાદ ભાજપ સાથે ગઠબંધન કરી લીધું હતું, આ કારણે લોકોનો ભરોસો PDP પર ઓછો થઇ ગયો હતો. તેની સ્પષ્ટ અસર જોવા મળી અને PDP માત્ર 3 સીટો પર સમેટાઇ ગઇ. બીજી તરફ લોકસભામાં શાનદાર જીત હાંસલ કરનારા એન્જિનિયર રાશિદ એ જાદૂ ફરીથી ચલાવવામાં નિષ્ફળ રહ્યા કેમ કે તેમને ભાજપને પ્રૉક્સિના રૂપમાં સ્થાપિત કરવામાં NCનો માસ્ટર સ્ટ્રોક કામ કરી ગયો અને વોટ વહેચાઇ શકતા હતા, એ NC પાસે જતા રહ્યા.
પીર પંજાલ-ચિનાબ ઘાટીમાં સારું પ્રદર્શન:
જમ્મુના હિન્દુ બહુધા વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ભાજપે જીત હાંસલ કરી, પરંતુ જમ્મુના પીર પંજાલ અને ચિનાબ ઘાટી ક્ષેત્રોમાં NCએ સારું પ્રદર્શન કર્યું, જ્યાં હિન્દુ-મુસ્લિમ વસ્તીનું મિશ્રણ છે. એ સિવાય કેટલાક ક્ષેત્રોમાં જે મુસ્લિમ બહુધા વસ્તીવાળા છે ત્યાં પણ NCને વોટ મળ્યા. કેમ કે તે એક સમયે કોંગ્રેસના ગઢ કહેવાતા હતા. પરંતુ વૉટરોને પોતાની તરફ ખેચવામાં નિષ્ફળ રહી. તેનો લાભ NCને મળ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp