Amazonનુ પેકિંગ ખોલતા જ કપલના ઉડ્યા હોશ, અંદર હતો જીવતો કોબરા, કંપનીએ આપ્યો જવાબ

PC: x.com/ANI/

બેંગ્લોરમાં રહેતું એક કપલ એ સમયે હેરાન રહી ગયું, જ્યારે તેણે ઓનલાઇન ઓર્ડર કરેલા સામાનમાં જીવતો કોબરા સાંપ નીકળ્યો. તેમણે Amazon પરથી સામાન મગાવ્યો હતો. આ ઘટના રવિવારની બતાવવામાં આવી રહી છે. કપલમાં બંને જ સોફ્ટવેર એન્જિનિયર છે. તેમનું કહેવું છે કે, તેમણે ઓનલાઇન એક Xbox કન્ટ્રોલર મગાવ્યું હતું, પરંતુ તેઓ એ સમયે હેરાન રહી ગયા, જ્યારે પેકિંગની અંદર સાંપ નીકળ્યો. સંજોગોવસાત આ ઝેરી સાંપ પેકિંગના ટેપમાં જ ફસાઈ રહ્યો, જેથી કોઈને નુકસાન ન પહોંચી શક્યું.

કપલે આ આખી ઘટનાનો વીડિયો બનાવી દીધો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો. તેમણે પોસ્ટમાં કહ્યું કે, ‘અમે 2 દિવસ અગાઉ Amazon પરથી એક Xbox કંટ્રોલરનો ઓર્ડર કર્યો હતો અને પેકિંગમાં એક જીવતો સાંપ નીકળ્યો. પેકિંગ સીધુ ડિલિવરી પાર્ટનરે અમને સોંપ્યું હતું (બહાર છોડવામાં આવ્યું નહોતું) અમે સરજાપુર રોડ પર રહીએ છીએ અને આખી ઘટનાને કેમેરામાં કેદ કરી છે. સાથે જ અમારી પાસે આઈવિટનેસ પણ છે.’

મહિલાએ આગળ જણાવ્યું કે, સૌભાગ્યથી તે (સાંપ) પેકિંગના ટેપ સાથે ચોંટી ગયો હતો અને તેણે અમારા ઘર કે અપાર્ટમેન્ટમાં કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. એ મોટા જોખમ છતા Amazonના કસ્ટમર સર્વિસે અમને 2 કલાક સુધી સ્થિતિને પોતે જ નિપટવા કહ્યું, જેથી અમને અડધી રાત્રે એકલાએ જ સ્થિતિ સંભાળવા મજબૂર થવું પડ્યું (વીડિયો અને તસવીરોમાં પૂરાવ છે). અમને પૂરા પૈસા મળી ગયા છે, પરંતુ એટલા ઝેરી સાંપ સાથે જે જીવનું જોખમ હતું, તેનાથી અમને શું મળશે?

એ સ્પષ્ટ રૂપે Amazonની બેદરકારી અને તેમના ખરાબ ટ્રાન્સપોર્ટેશન/વેરહાઉસ સ્વચ્છતા અને દેખરેખમાં કમીના કારણે થયેલું સુરક્ષાનું ઉલ્લંઘન છે. સુરક્ષામાં થયેલી એટલી ગંભીર ચૂંક માટે જવાબદાર કોણ હશે? ગ્રાહકના વીડિયો પર પ્રતિક્રિયા આપતા Amazonએ ટ્વીટ કરી કે, ‘Amazon ઓર્ડર સાથે તમને થયેલી અસુવિધા અંગે જાણીને અમને દુઃખ છે. અમે તેની તપાસ કરવા માગીશું. કૃપયા આવશ્યક વિવરણ શેર કરો અને અમારી ટીમ જલદી જ તમને અપડેટ સાથે જવાબ આપશે.’

ગ્રાહકે જણાવ્યું કે, તેમને પૂરું રીફંડ આપી દેવામાં આવ્યું છે, જે આમ પણ મળવું જોઈતું હતું, પરંતુ એ સિવાય કોઈ વળતર કે સત્તાવાર માફી માગી નથી. તેમણે કહ્યું કે, અમને તમને થયેલી અસુવિધા માટે ખેદ છે. મારું માનવું છે કે, તેની કોઈ ગણતરી નથી. એ દરેક પ્રકારે અમારા માટે Amazon ગ્રાહકના રૂપમાં અને એક કર્મચારીના રૂપમાં તેમના ડિલિવરી પાર્ટનર માટે સ્વીકાર્ય નથી. એ સુરક્ષાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. સાથે જ મને નથી લાગતું કે, અમને ભવિષ્યમાં કોઈ સંતોષકારક જવાબ પણ મળશે.’ તો સાંપને લોકોની પહોંચથી ક્યાંક દૂર છોડી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp