અનંત અંબાણીની વર્ષગાંઠ પર મિત્રએ અમૂલ્ય ભેટ આપી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનો પ્રી વેડિંગ કાર્યક્રમ માર્ચ મહિનામાં યોજાયો હતો અને દુનિયાભરમાં આ પ્રસંગની ચર્ચા હતી. હવે 10 એપ્રિલે અનંત અંબાણીની વર્ષગાંઠ હતી અને ફરી જામનગરમાં એક ભવ્ય પાર્ટી રાખવામાં આવી હતી. જો કે આ વખતે લિમિટેડ મહેમાનો આવ્યા હતા.
અનંત અંબાણીની વર્ષગાંઠ પર સામાજિક કાર્યકર અને રાધામીરા ટ્રસ્ટના ચેરમેન ભરત મહેરાએ એક ખુબસરત પેઇન્ટિંગ્સ ભેટમાં આપ્યું છે. ભગવાન ગણેશ વીણા વગાડતું હોય તેવું આ પેઇન્ટિંગ છે. આ પેઇન્ટિંગ સામાન્ય નથી, પરંતુ એમ એફ હુસેનનું આટવર્ક છે. આ પેઇન્ટિંગ સોકોત્રા ડ્રેગન યેમેની વૃક્ષના લાકડામાંથી કોતરવામાં આવ્યું છે.
આ પેઇન્ટિંગની કિંમત જાણવા મળી નથી, પરંતુ જાણકારોનું કહેવું છે કે એમ એફ હુસેનની શ્રેષ્ઠ કૃતિ હોવાને કારણે તે અત્યંત દુલર્ભ અને મોંઘું હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp