UPના એક મુસલમાનને રામ મંદિર માટે આમંત્રણ મળ્યુ તો ભાવૂક થઇ ગયા. 1992 વખતે...

PC: twitter.com

ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં રહેતા એક મુસ્લિમ જેમનું નામ મોહમંદ હબીબ છે તેમના ઘરે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના કાર્યકરો અક્ષત આમંત્રણ લઇને પહોંચ્યા હતા. હબીબ આ આમંત્રણ જોઇને ભાવૂક થઇ ગયા અને તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.

તેમણે 1992ના રામ મંદિર આંદોલનને યાદ કરીને કહ્યું હતું કે, હું પોતે પણ 50 કાર સેવકો સાથે અયોધ્યા ગયો હતો અને મારું પહેલેથી સપનું રહ્યું હતું કે અયોધ્યામા રામ મંદિર બને.

તેમણે કહ્યું કે હું ચોક્કસ અયોધ્યા પ્રભુ રામના દર્શન કરવા જઇશ અને એક વાર નહીં હું વારંવાર અયોધ્યા જઇશ.

અયોધ્યા રામ મંદિર માટે બનાવવામાં આવેલા ટ્ર્સ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્ર્સ્ટે 1 જાન્યુઆરીથી 5 લાખ ગામોમાં અક્ષત આમંત્રણ પહોંચાડવાના ટાર્ગેટ રાખ્યો છે. કાર્યકરો ગામે ગામ જઇને અક્ષત આમંત્રણ આપશે. આ આમંત્રણ આપીને લોકોને સમજાવાશે કે ભલે તમે અયોધ્યા ન આવી શકો, પરંતુ 22 જાન્યુઆરી 2024ના દિવસે તમારા નજીકના મંદિરમાં એક સાથે ભેગા થઇને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યકર્મમાં સામેલ થઇ શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp