પુલ નીચે ફસાઈ ગયું પ્લેન, કાઢવા માટે એવી ટ્રીક વાપરી કે બુદ્ધિને માની જશો

PC: livemint.com

29 ડિસેમ્બરની સવારે બિહારના મોતિહારીમાં ઓવર બ્રિજ નીચે એક હવાઇ જહાજની બોડી ફસાઈ ગઈ હતી. જેથી ઘણા સમય સુધી ટ્રાફિક જામ રહ્યું. આસપાસના લોકોની ભીડ જોવા માટે ઉમટી પડી. કેટલાક લોકો હવાઇ જહાજ સાથે સેલ્ફી લેતા પણ નજરે પડ્યા. હવે તમે કહેશો કે ભાઈ હવાઇ જહાજ બ્રિજ નીચે કેવી રીતે પહોંચી ગયો? તો એવું કંઇ થયું નથી જેનાથી તમે ચોંકી જાવ.

ટ્રકથી એક હવાઇ જહાજની બોડી લઈ જવામાં આવી રહી હતી. મુંબઈથી આસામ સુધી, વાયા બિહાર. જેવો જ ટ્રક મોતિહારીમાં NH-28 સ્થિત ઓવરબ્રિજ નીચે પહોંચ્યો અને ફસાઈ ગયો. સ્થાનિક લોકોની મદદથી ખૂબ મહેનત બાદ હવાઇ જહાજના સ્ક્રેપને બહાર કાઢવામાં આવ્યો. આ સંબંધમાં પીપરાકોઠી પોલીસ સ્ટેશનના અધ્યક્ષ મનોજ કુમાર સિંહે જણાવ્યું કે, હવાઇ જહાજની બોડી ટ્રક પર લોડ કરવામાં આવી હતી. ટ્રક મુંબઈથી આસામ જઇ રહ્યો હતો.

પીપરાકોઠી ઓવર બ્રિજ નીચે ટ્રક ફસાઈ ગયો હતો. ટ્રકના બધા પૈંડાની હવા કાઢવામાં આવી, ત્યારબાદ ટ્રકને કાઢી શકાયો. ત્યારબાદ હાઇવે પર વાહનવ્યવહાર શરૂ થઈ શક્યો. ગયા વર્ષે હૈદરાબાદમાં પણ એવી જ એક ઘટના સામે આવી હતી. નવેમ્બર મહિનામાં હૈદરાબાદના પિસ્તા હાઉસના માલિક દ્વારા ખરીદવામાં આવેલો એક જૂનો હવાઇ જહાજ પણ એવી જ રીતે ફસાઈ ગયો હતો. આ હવાઇ જહાજને પણ એક ટ્રકના ટ્રેલર પર લાદીને કોચ્ચીથી હૈદરાબાદ લઈ જવામાં આવી રહ્યો હતો.

બરાબર એવી જ એક ઘટના રાજધાની દિલ્હીમાં પણ થઈ હતી. એર ઇન્ડિયાનો એક હવાઇ જહાજ ગુરુગ્રામ દિલ્હી માર્ગ પર બ્રિજ નીચે ફસાઈ ગયો હતો. તેને પણ કાઢવામાં ખૂબ પરેશાની ઉઠાવવી પડી હતી. હવાઇ જહાજની બોડી ખૂબ જૂની થઈ ગઈ હતી. જેને એર ઈન્ડિયા દ્વારા વેચી દેવામાં આવ્યો હતો. તેને લઈ જતી વખત તે બ્રિજ નીચે ફસાઈ ગયો હતો. જેના કારણે ખૂબ જામ લાગી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp