મહારાષ્ટ્ર રાજનીતિમાં વળાંક, મુસ્લિમોને લઈ બંને DyCMના અલગ સુર; પવાર વિ. ફડણવીસ

PC: hindi.moneycontrol.com

NCP માટે બધું જ સરળ નથી, કારણ કે લોકસભા ચૂંટણી પછી સત્તાધારી મહાયુતિ મહારાષ્ટ્રમાં પાછળ રહી ગઈ છે. RSS પહેલેથી જ કહી ચૂક્યું છે કે, DyCM અજિત પવારની NCPને સામેલ કરીને, BJPએ તેની બ્રાન્ડ વેલ્યુ ઘટાડી દીધી છે. શિવસેના, BJP અને NCPના બનેલા 'મહાયુતિ' ગઠબંધનને તાજેતરની લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેમાં DyCM અજિત પવારના નેતૃત્વવાળી પાર્ટીએ ચારમાંથી ત્રણ બેઠકો ગુમાવી હતી. વૈચારિક સ્તરે પણ BJP અને DyCM અજિત પવાર અલગ-અલગ અવાજમાં બોલતા જણાય છે.

તાજેતરના કિસ્સામાં, BJPના વરિષ્ઠ નેતા અને DyCM દેવેન્દ્ર ફડણવીસે સોમવારે દાવો કર્યો હતો કે, તાજેતરની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાંથી 14 પર 'વોટ જેહાદ' જોવા મળ્યો હતો. 'વોટ જેહાદ'નો મુદ્દો ઉઠાવતા, BJP નેતાએ ધુલે લોકસભા મતવિસ્તારના પરિણામોનો ઉલ્લેખ કર્યો, જ્યાં 'માલેગાંવ સેન્ટ્રલ વિધાનસભા મતવિસ્તારમાં BJP ઉમેદવાર વિરુદ્ધ મોટા પાયે મતદાન'ને કારણે વિપક્ષી MVA ઉમેદવાર જીત્યો.

DyCM ફડણવીસે કહ્યું, 'લોકસભા ચૂંટણીમાં વોટ જેહાદ જોવા મળ્યો હતો. ધુલે મતવિસ્તારમાં, પાંચ વિધાનસભા બેઠકો પર BJPના ઉમેદવારો 1.90 લાખ મતોથી આગળ હતા. જો કે, માલેગાંવ સેન્ટ્રલ વિધાનસભા મતવિસ્તારમાં મતદાનને કારણે, અમારા ઉમેદવાર 1.94 લાખ મતોથી પાછળ રહી ગયા અને માત્ર 4,000 મતથી ચૂંટણી હારી ગયા.'

તેમણે કહ્યું કે, ચૂંટણીના પરિણામો ગમે તે હોય, વાસ્તવિક ચિંતા કેટલાક લોકોનો વધતો આત્મવિશ્વાસને લઈને છે, જેઓ વિચારે છે કે, જો તેઓ મોટી સંખ્યામાં મતદાન કરી શકે છે, તો તેઓ લઘુમતીમાં હોવા છતાં હિન્દુત્વની શક્તિઓને હરાવી શકે છે. DyCM ફડણવીસે કહ્યું કે, હવે જાગવાનો સમય આવી ગયો છે. પૂર્વ CMએ કહ્યું, 'મહારાષ્ટ્રની 48 લોકસભા સીટોમાંથી 14 સીટો પર વોટ જેહાદ જોવા મળ્યો હતો. હિંદુ ધર્મે ક્યારેય અન્ય ધર્મોનું અપમાન કર્યું નથી, સહિષ્ણુતા આપણા લોહીમાં છે. જો કોઈ હિંદુ વિરોધી નેતાઓને ટોચના હોદ્દા પર ચૂંટવા માટે મતદાન કરે છે, તો હું હિન્દુત્વને જાગૃત કરવાની જરૂરિયાત પર ભાર આપું છું.'

રસપ્રદ વાત એ છે કે, તેના એક દિવસ પછી NCP નેતા અને DyCM અજિત પવારે DyCM ફડણવીસથી બિલકુલ અલગ મત વ્યક્ત કર્યો હતો. તેમણે મંગળવારે કહ્યું કે, NCP મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં લઘુમતી સમુદાયના ઉમેદવારોને તેના ક્વોટામાંથી 10 ટકા બેઠકો ફાળવશે. તેમણે કહ્યું, 'હું લઘુમતી સમુદાયને કહેવા માંગુ છું કે, અમે NCP (વિધાનસભા ચૂંટણીમાં) દ્વારા લડવામાં આવનારી 10 ટકા બેઠકો લઘુમતી (ઉમેદવારો)ને ફાળવવાનો નિર્ણય કર્યો છે.'

કહેવાનો અર્થ એ છે કે, એક તરફ DyCM ફડણવીસ નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા વોટ જેહાદ અને હિંદુઓને જાગૃત કરવાની વાત કરી રહ્યા છે, જ્યારે DyCM અજિત પવાર લઘુમતી સમુદાયને પ્રતિનિધિત્વ આપવાનું આશ્વાસન આપતા જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp