મા દુર્ગાના અનન્ય ભક્ત! 26 વર્ષથી નવરાત્રીમાં 9 દિવસ સુધી કળશ છાતી પર રાખે છે

PC: bihar.punjabkesari.in

બિહાર સહિત સમગ્ર દેશમાં શારદીય નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ સ્થળોએ મા દુર્ગાના પંડાલ બનાવવામાં આવી રહ્યા છે. ભક્તો પોતપોતાની રીતે જગત જનની માની પૂજા કરી રહ્યા છે. પટનામાં એક એવા ભક્ત છે, જે માતાના તમામ ભક્તોથી અલગ શૈલી ધરાવે છે. 26 વર્ષથી દરેક નવરાત્રિમાં 9 દિવસ સુધી તેઓ પોતાની છાતી પર પિત્તળના 21 કળશ સ્થાપિત કરીને માતા શેરાવલીની પૂજા કરવામાં વ્યસ્ત છે. આ તેમનું 27મું વર્ષ ચાલે છે.

પટનાના સચિવાલય સ્થિત નવલખા મંદિરના પૂજારી બાબા નાગેશ્વર પોતાની છાતી પર પિત્તળના 21 કલશ સ્થાપિત કરે છે. બાબા નાગેશ્વર 9 દિવસ સુધી અન્ન લીધા વગર, નિર્જળા (પાણી વગર) અને કોઈપણ પ્રકારની દૈનિક ક્રિયાઓ કર્યા વિના ઉપવાસ રાખે છે. બાબાનો આ નિત્ય ક્રમ 26 વર્ષથી દરેક નવરાત્રિમાં ચાલુ છે અને આ 27મું વર્ષ છે. બાબા નાગેશ્વરે કહ્યું કે, તેમની ઉંમર 64 વર્ષ છે. તેમની છાતી પર કલશ મૂકવાનું આ તેમનું 27મું વર્ષ ચાલે છે.

તે સતત માતાના ચરણોમાં પૂજા કરતા આવ્યા છે. ખુશી અને ઉત્સાહ સાથે આ આધ્યાત્મિક ક્ષેત્રે તેઓ વ્યસ્ત છે અને તેઓ સતત 9 દિવસ સુધી દરરોજની દિનચર્યા છોડીને દેવી માતાની પૂજા કરવામાં લાગ્યા રહે છે. તેમણે કહ્યું કે, તેઓ આ તપસ્યા માનવ સમાજ અને પૃથ્વી પરના દરેક જીવોના કલ્યાણ માટે કરે છે.

બાબા નાગેશ્વરની આવી તપ સાધનાથી બધા ચોંકી ગયા છે. મંદિરના પ્રશાસક વિજય યાદવ કહે છે કે, નાગેશ્વર બાબાને માતાની પર શ્રદ્ધા છે, અને એ જ શ્રદ્ધાથી તેમને શક્તિ મળી રહે છે. આ શ્રદ્ધાના કારણે આજે બિહારના ખૂણે-ખૂણેથી ભક્તો આ મંદિરમાં દર્શન કરવા આવે છે. બાબા નાગેશ્વરની આ તપસ્યાથી બધા ચોંકી ગયા છે. દરરોજ સેંકડો ભક્તો નવલખા મંદિરે પહોંચે છે અને મા શેરાવલીના આશીર્વાદ લે છે.

બાબા શક્તિની પૂજા કરે છે, જ્યાં સુધી માતાના આશીર્વાદ ન હોય ત્યાં સુધી બાબા પૂજા ન કરી શકે. આપણે નવરાત્રિ કરીએ છીએ, થોડીક પીડા થાય છે, પરંતુ તેઓ અન્ન-જળનો ત્યાગ કરીને આ પૂજા કરે છે અને તેમની પૂજા સફળ થાય છે. મનોકામના મંદિર છે, જે પણ ત્યાં આવે છે તેની મનોકામના પૂર્ણ થાય છે. બાબા દરભંગાના રહેવાસી છે અને તેમણે તેમનું આખું જીવન આ મંદિરમાં વિતાવ્યું છે. ડોક્ટરોએ 10 વર્ષ પહેલા કહ્યું હતું કે, તેમની કિડની બગડી ગઈ છે અને તે બચશે નહીં, પરંતુ માતાના આશીર્વાદથી તેઓ હજુ પણ સ્વસ્થ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp