અનોખી જોડી..., પતિ સાડા 4 ફૂટ ઊંચો અને પત્ની 4 ફૂટ ઉંચી, જોવા લોકોની ભીડ થાય છે

PC: hindi.news18.com

કોઈએ સાચું જ કહ્યું છે કે, લગ્ન માટે ભગવાન ઉપરથી જ જોડી બનાવીને મોકલે છે. આ બિલકુલ 100 ટાકા સાચું છે. ઉત્તર પ્રદેશના બલિયામાં પણ આ કહેવત સાચી પડી છે. ભગવાને કેટલી સુંદર જોડી બનાવી છે. પતિ સાડા ચાર ફૂટ અને પત્ની 4 ફૂટ ઉંચી છે. પરંતુ બંને વચ્ચે અપાર પ્રેમ છે. દુનિયા શું કહે છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. બંને વચ્ચે પ્રેમ છે, એ જ બધું છે. દંપતીએ કહ્યું કે, જો તમારે જીવનમાં આગળ વધવું હોય તો, દુનિયાએ જે કહ્યું છે તેના પર પાછું વળીને ન જોવું જોઈએ. સાહેબ, લોકો તો ઘણું બધું કહે છે. પરંતુ અમને કોઈ સમસ્યા નથી. અમે બંને સાથે મળીને અમારી દુનિયાને કંઈક અલગ બનાવવા માંગીએ છીએ.

પ્રજ્ઞાનંદ તિવારીની પત્ની નેહા તિવારીએ જણાવ્યું કે, અમારા બંનેના લગ્ન જિલ્લાની ચિતબરગાંવ નગર પંચાયતમાં પરિવારની સહમતિથી થયા હતા. તેણે કહ્યું, 'અમે બંનેએ 2018માં લગ્ન કર્યા હતા. પરંતુ હજુ સુધી બાળકો નથી. સમજદાર હોય તે લોકો કહે છે કે, તેઓ ભગવાન દ્વારા બનાવેલી જોડી છે. પણ જે લોકો સમજદાર નથી હોતા તેઓ અમારી મજાક ઉડાવે છે. પણ અમે એ લોકો તરફ ક્યારેય પાછું વળીને જોયું નથી. કારણ કે અમારે આગળ વધવાનું છે. દુનિયામાં કંઈક કરવું છે. કારણ કે ઈશ્વરે મને ઓછી ઊંચાઈ આપી છે પણ મારી પાસે ઈશ્વરે આપેલું મગજ છે. અમે કંઈક કરવા માંગીએ છીએ, નહિ કે એવા લોકોને જવાબ આપવા.'

પ્રજ્ઞાનંદ તિવારીએ કહ્યું કે મારો અભ્યાસ ઇન્ટરમીડિયેટ સુધીનો છે. પણ મારી પત્ની BA પાસ છે. અમે બંને એકબીજાથી ખૂબ જ ખુશ છીએ. દુનિયા ઘણું બધું કહે છે, તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. પ્રેમ એ છે કે જે લોકો દ્વારા બનાવેલા જોક્સને પણ હવામાં ઉડાવી દે છે. અમારે આ દુનિયામાં અમારી પોતાની દુનિયા સ્થાપિત કરવાની છે.

નેહા તિવારીએ કહ્યું, 'હું BA પાસ છું. મારા પતિ ઇન્ટર પાસ છે. પરંતુ તેમ છતાં, અમારી ઊંચાઈને કારણે, અમને હજુ સુધી કોઈ નોકરી મળી નથી. DM સાહેબે અમને ખાતરી પણ આપી છે. કારણ કે અમને પૂરો વિશ્વાસ છે કે, સરકાર અમને ચોક્કસપણે તે કામ આપશે જે અમારી ઊંચાઈ માટે યોગ્ય હશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp