અનોખી જોડી; અઢી ફૂટની દુલ્હન-5.5 ફૂટનો વરરાજો,દુલ્હાએ ઘૂંટણ પર બેસી માળા પહેરાવી

PC: navbharattimes.indiatimes.com

જબલપુરમાં એક લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. અહીં અઢી ફૂટ લાંબી ગર્લફ્રેન્ડને 5.5 ફૂટ લાંબો પ્રેમી મળ્યો. બંને પહેલા પાડોશી હતા, પછી પ્રેમી બન્યા અને આઠ વર્ષ પછી લગ્ન કરી લીધા. પરંતુ, અહીં સુધી પહોંચવા માટે ગર્લફ્રેન્ડને ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.

કહેવાય છે કે, લગ્ન સંજોગથી થાય છે. આવો જ એક સંજોગ ઘાના, જબલપુરમાં બન્યો, જ્યાં અઢી ફૂટ ઉંચી છોકરીને તેનો 5.5 ફૂટ ઉંચો પ્રેમ મળ્યો હતો. બંને એકબીજાને લગભગ 8 વર્ષથી ઓળખતા હતા, જે હવે 7 જન્મોના સંબંધમાં બંધાઈ ગયા છે.

જબલપુરના ઘાના વિસ્તારની રહેવાસી અઢી ફૂટ લાંબી સંધ્યાએ 5.5 ફૂટ ઊંચા પ્રભાત સાથે લગ્ન કર્યા હતા. ખાસ વાત એ છે કે, બંને એક જ વિસ્તારમાં રહે છે. જબલપુરની એક સામાજિક સેવા સંસ્થાએ આ લગ્નને સફળ બનાવ્યો. ખરેખર, આજે ઘણા લોકો ઊંચાઈના નામે લગ્ન તોડી નાખે છે. જ્યારે, રીવાની રહેવાસી સંધ્યા અને પ્રભાતે એક સારું ઉદાહરણ બેસાડ્યું છે. રીવામા રહેતી સંધ્યાની ઊંચાઈ બાળપણમાં જ બંધ થઈ ગઈ હતી. તેની લંબાઈ ત્રણ ફૂટથી વધુ આગળ વધી શકી ન હતી.

જબલપુરના હનુમાનતાલ વિસ્તારમાં આવેલા શિવ મંદિરમાં ખૂબ જ ધામધૂમથી આ બંનેના લગ્ન સંપન્ન થયા હતા. ખૂબ જ ધામધૂમથી થયેલા આ લગ્નમાં પ્રભાતના પરિવારનો સંપૂર્ણ સહયોગ હતો, પરંતુ સંધ્યાની માતાને આ લગ્ન સામે વાંધો હતો.

પ્રભાત અને સંધ્યા પહેલા પડોશી હતા. લગભગ 8 વર્ષ પહેલા બંનેએ એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. એ પછી નિકટતા વધી. ધીરે ધીરે પ્રેમ થઇ ગયો. સંધ્યા અને પ્રભાત મોટાભાગે સાથે ફરતા હતા, જેને જોઈને ઘણી વખત લોકો તેમની મજાક પણ ઉડાવતા હતા. પરંતુ, તેનાથી બંનેને કોઈ ફરક પડ્યો ન હતો. પછી પ્રભાતને રીવાની એક કંપનીમાં નોકરી મળી અને સંધ્યા પણ સારી ડાન્સર છે, જે શો કરતી રહે છે. છોકરી સંધ્યા, જે વર્ષો પહેલા બૂગી-વુગી ટીવી શોની ફાઇનલ વિજેતા રહી હતી.

જ્યારે સંધ્યાએ તેની માતાને પ્રભાત સાથે લગ્ન કરવાની વાત કહી, તો પહેલા તેની માતાએ હા પાડી, પરંતુ ત્યાર પછી તેણે ના પાડી દીધી. જ્યારે સંધ્યાએ લગ્નની જીદ કરી, ત્યારે તેની માતાએ તેને ઘરની બહાર કાઢી મુકી હતી. ત્યારપછી જબલપુરની BHCHI સંસ્થાએ સંધ્યાને માત્ર આશ્રય જ નહીં, પરંતુ પ્રભાત સાથે તેના લગ્ન કરાવી આપવાની ખાતરી પણ આપી. આમ જો કે પ્રભાતના પરિવારને આ લગ્ન માટે કોઈ વાંધો ન હતો અને તેઓ આ લગ્ન માટે તૈયાર હતા, ત્યારે જબલપુરની BHCHI સંસ્થા સંધ્યાનો પરિવાર બની અને લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp