મહારાજ અમીરોના ખેલ ક્રિકેટ પરથી ગરીબોના ગિલ્લી ડંડા પર આવી ગયા

PC: timesnowhindi.com

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મધ્યપ્રદેશના અશોકનગરનો છે, જ્યાં તેઓ મેદાનમાં ગિલ્લી ડંડા પર હાથ અજમાવતા જોવા મળ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

તમે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ગોલ્ફ અને ક્રિકેટ રમતા જોયા હશે. તેમના ચાહકો પણ જાણે છે કે તેમને રમતગમતમાં રસ છે. પરંતુ તાજેતરમાં જ જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાની મનપસંદ રમતો છોડીને સંપૂર્ણપણે દેશી સ્ટાઈલમાં ગિલ્લી ડંડા રમતા જોવા મળ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના અશોકનગરમાં તેમને ગિલ્લી ડંડા રમતા જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ લખ્યું, ઘણું ક્રિકેટ રમ્યું, આજે ગિલ્લી ડંડા રમવાની ખૂબ મજા આવી. તમે પણ અજમાવી જુઓ અને મને કહો, તમારા બધાથી ગિલ્લી ઉડી કે નહીં...? વીડિયોમાં જ્યોતિરાદિત્ય સિંધિયા મસ્તી કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ક્યારેક તેઓ ગિલીને ઠીક કરે છે અને ક્યારેક તેઓ તેને ઉડાવીને મારવાનો પ્રયાસ કરે છે.

જો કે તેઓ ગીલ્લીને ઉડાવ્યા પછી તેને મારી તો ન શક્યા, પરંતુ ચોક્કસપણે તેમણે આ રમતનો ઘણો આનંદ માણ્યો હોય તેવું લાગી રહ્યું હતું. યુઝર્સ તેના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો લખાય છે, ત્યાં સુધી આ વીડિયોને 1.5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે, સેંકડો લોકોએ આ વિશે પોતાની ટિપ્પણી પણ કરી છે.

એક યુઝરે લખ્યું છે, અંતમાં તેમની નિર્દોષતા અને ખીલખીલાટ હાસ્ય એક ખાસ વિશેષતા છે, જે આ ક્ષણને વધુ સુંદર બનાવી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું છે, જીવનમાં તમામ રમતો મહત્વપૂર્ણ છે, પછી તે ક્રિકેટ હોય કે ગિલ્લી ડંડા. અન્ય યુઝરે લખ્યું છે, તમે ડંડાને બેટ ગણી લીધી હતી, તેથી ગિલ્લી ખૂબ દૂર ઉડી ગઈ હતી.

અન્ય યુઝરે લખ્યું છે, રમો, રમો, થોડા દિવસો પછી જ્યારે કોઈ કામ નહીં હોય, ત્યારે તમારે ફક્ત આ જ રમવું પડશે! ચાલો જે કંઈ પણ હોય, તમને જ્યોતિરાદિત્ય સિંધિયાનો આ અંદાજ કેવો લાગ્યો? શું તમે બાળપણમાં ગિલ્લી ડંડા રમ્યા છે? તમારો અભિપ્રાય અમને કોમેન્ટ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp