ટ્રેનમાં વિન્ડો સીટ પર બેઠા બેઠા જ યુવકનું મોત, 300 કિમી સુધી કોઈને ખબર ન પડી
મધ્ય પ્રદેશમાં ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરતા એક વ્યક્તિને ઠંડી લાગવાથી મોત થઈ ગયું અને ટ્રેનમાં ઉપસ્થિત મુસાફરોને ખૂબ મોડે સુધી તેની જાણકારી ન મળી શકી. ઘટના કામયાની એક્સપ્રેસની છે, જેમાં સિંગલ વિન્ડો સીટ પર બેસીને યુવક મુસાફરી કરી રહ્યો હતો. બેતુલનો રહેવાસી મુસાફર જનરલ ડબ્બાની સિંગલ વિન્ડો સીટ પર બેઠો હતો. આ દરમિયાન ઠંડી લાગવાના કારણે યુવકનું સીટ પર બેઠા બેઠા જ મોત થઈ ગયું, પરંતુ પાસે બેઠા મુસાફરોને પણ તેની ખબર ન પડી શકી.
લોકોને લાગ્યું કે તે સીટ પર બેઠો બેઠો ઊંઘી રહ્યો છે. આ દરમિયાન ટ્રેને લગભગ 303 કિલોમીટરની દૂરી નક્કી કરી લીધી અને યુવકનું શબ એવી જ રીતે સીટ પર પડ્યું રહ્યું. જ્યારે ટ્રેન ઇટારસીથી દમોહ પહોંચી ગઈ તો લોકોને થોડી શંકા ગઈ કેમ કે યુવકના શરીમાં કોઈ હલચલ થઈ રહી નહોતી, પરંતુ તેના કાનમાં હેડફોન્સ લાગેલા હતા. ઘણા સમય બાદ જ્યારે એ ડબ્બા ઉપસ્થિત મુસાફરોને મોતની જાણકારી મળી તો તેમણે રેલવે કંટ્રોલ રૂમમાં ફોન કરીને તેની જાણકારી આપી.
ત્યારબાદ સોમવારે સવારે 9:00 વાગ્યે ટ્રેનના દમોહ સ્ટેશન પર પહોંચ્યા બાદ યુવકના શબને ટ્રેનથી ઉતારવામાં આવ્યું હતું. યુવક પાસે જે ટિકિટ મળી છે તેનાથી ખબર પડી છે કે તે બેતુલ સુધી હતો. તેણે ઇટારસીથી બેતુલ માટે ટ્રેન પકડી હતી, પરંતુ ઘર પહોંચવા અગાઉ ટ્રેનમાં મુસાફરી કરવા દરમિયાન તેનું મોત થઈ ગયું. ડૉક્ટરોએ તપાસ બાદ જણાવ્યું કે, તેનું મોત ઠંડીના લીધે એટેક આવવાના કારણે થયું છે.
ત્યારબાદ GRPએ તેની પાસે મળેલા મોબાઈલ નંબર પરથી ફોન કરીને પરિવારજનોને મોતની જાણકારી આપી, ત્યારબાદ ઘરના લોકો સાંજ સુધી દમોહ પહોંચ્યા અને શબ પોતાની સાથે લઈ ગયા. પરિવારજનોએ જણાવ્યું કે, યુવક AC કંપનીમાં કામ કરતો હતો અને એ જ સિલસિલામાં છનેરા ગયો હતો. ટ્રેનમાં મુસાફરી કરવા દરમિયાન તેણે પરિવારજનો સાથે પણ વાત કરી છે. અચાનક તેનું મોત થયા બાદ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp