બિહારનો યુટયુબર ભાજપમાં સામેલ, ધારાસભ્ય સાથે મારામારીમાં 9 મહિના જેલમાં હતો
ભાજપના જ ધારાસભ્ય સાથે મારપીટ કરનાર યુટયુબરને હવે ભાજપમાં સામેલ કરી દેવામાં આવ્યો છે અને કોઇ મોટી જવાબદારી મળવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. બિહારના આ ટયુબરનું નામ છે મનિષ કશ્યપ અને તેના સોશિયલ મીડિયા પર 90 લાખ સબસ્ક્રાઇબર્સ છે.
મનિષ કશ્યપનું સાચું નામ ત્રિપુરારી તિવારી છે. તેની યુટબુર અને સમાજ સેવક તરીકે ઓળખ છે. મોટે ભાગે બિહાર સાથે જોડાયેલા વીડિયો બનાવે છે.
મનિષ કશ્યપનો જન્મ 9 માર્ત 1991માં પશ્ચિમ ચંપારણમાં થયો હતો. મનિષે જ્યારે તમિલનાડુમાં બિહારના મજૂરો સાથે મારપીટનો વીડિયો વાયરલ કર્યો ત્યારે વધારે ચર્ચામાં આવ્યો હતો. તેણે બિહારના ભાજપના ધારાસભ્ય સાથે મારપીટ કરી હતી અને તેણે 9 મહિના જેલમાં જવું પડ્યું હતું. હવે ભાજપમાં સામેલ થઇ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp