રિઝલ્ટ ખરાબ આવતા આમ આદમી પાર્ટીએ લીધો મોટો નિર્ણય, કોંગ્રેસને આપ્યો ઝટકો

PC: ndtv.com

રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસનું ગઠબંધન તૂટી ગયું છે. આમ આદમી પાર્ટી તરફથી આજથી એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી તે એકલી જ લડશે. કોંગ્રેસ સાથે માત્ર લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની મીટિંગ બોલાવી હતી. આ મીટિંગ બાદ દિલ્હીના સંયોજક ગોપાલ રાયે કહ્યું કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં થાય. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2025ની શરૂઆતમાં થવાની છે.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણીને લઈને દિલ્હીમાં ગઠબંધન કર્યું હતું. દિલ્હીની 7માંથી 4 સીટો પર આમ આદમી પાર્ટીએ અને 3 સીટ પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા, પરંતુ વર્ષ 2019ની જેમ આ વખત પણ સાતેય સીટો પર ભાજપનો પરચમ લહેરાવ્યો અને આ ગઠબંધનનો પણ કોઈ ફાયદો બંને પાર્ટીઓ ન ઉઠાવી શકી. હવે લોકસભાની ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ ગુરુવારે આમ આદમી પાર્ટીએ ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીની મીટિંગમાં કોંગ્રેસ સાથે ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય લીધો. આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે કે તે દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલી લડશે.

ઉલ્લેખનીય છે કે, ગઠબંધનની હારનું એ કારણ પણ બતાવવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં બંને પાર્ટીઓ પોતાના વોટ એક બીજાની પાર્ટીઓ પોતાના વોટ એક બીજી પાર્ટીમાં શિફ્ટ કરવામાં નિષ્ફળ રહી. સાથે જ પાર્ટીના મોટા નેતાઓના જેલમાં જવાના કારણે ચૂંટણી અભિયાન પણ પોતાના પૂરા રંગમાં ન આવી શક્યા. તો સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તનનો મામલો પણ આમ આદમી પાર્ટી પર ભારે પડ્યો. પાર્ટી પૂરી રીતે ડિફેન્સિવ મોડમાં આવી ગઈ. તો ભાજપે તેણે સુરક્ષા સાથે જોડાયેલો મોટો મુદ્દો બનાવી લીધો. તેનાથી આમ આદમી પાર્ટીના અભિયાનને ધાર ન મળી શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp