કોણ છે એ ધારાસભ્ય? જેણે જમ્મુમાં ફેરવ્યું AAPનું ઝાડુ? BJPને કેટલા વૉટથી હરાવી
જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પરિણામ આવી રહ્યા છે. અહી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સરકાર બનતી દેખાઈ રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)એ ડોડા વિધાનસભાના પરિણામોથી ચોંકાવી દીધા છે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ ડોડા સીટ જીતી લીધી છે. AAPએ X પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીરમાં ચાલ્યું ઝાડુ, ડોડા વિધાનસભાથી પાર્ટી ઉમેદવાર મેહરાજ મલિકે જીત હાંસલ કરવા બદલ દેશભરમાં ફેલાયેલા AAPના કાર્યકર્તાઓ અને સમર્થકોને ખૂબ ખૂબ શુભેચ્છા.’
ડોડા વિધાનસભા સીટ પરથી AAPના ઉમેદવાર મેહરાજ મલિકે લગભગ 4000 કરતા વધુ વૉટથી જીત હાંસલ કરી છે. અરવિંદ કેજરીવાલે પણ મેહરાજ મલિકને શુભેચ્છા આપતા X પર પોસ્ટ કરી છે. કેજરીવાલે X પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ડોડાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિક દ્વારા ભાજપને હરાવીને શાનદાર જીત હાંસલ કરવા માટે ખૂબ ખૂબ શુભેચ્છા. તમે ખૂબ સારું ચૂંટણી લડ્યા. પાંચમા રાજ્યમાં ધારાસભ્ય બનવા પર આખી આમ આદમી પાર્ટીને શુભેચ્છા.’
डोडा से आम आदमी पार्टी के उम्मीदवार मेहराज मलिक द्वारा बीजेपी को हराकर शानदार जीत हासिल करने के लिए बहुत बहुत बधाई। आप बहुत अच्छा चुनाव लड़े।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 8, 2024
पांचवें राज्य में MLA बनने पर पूरी आम आदमी पार्टी को बधाई।
કોણ છે મેહરાજ માલિક?
મેહરાજ મલિક ડોડા ક્ષેત્રમાં ખૂબ લોકપ્રિય નેતા છે. તે પોતાની વિનમ્ર પૃષ્ઠભૂમિ અને લોકો સાથે જોડાણના કારણે તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં એક મજબૂત જનાધાર બનાવ્યો. જો કે, મેહરાજ મલિકની જીતને એક મોટો ઉલટફેર માનવામાં આવી રહી છે કેમ કે ડોડા ક્ષેત્ર પારંપરિક રૂપે મુખ્યધારાની પાર્ટીઓનું ગઢ રહ્યું છે. તેમની ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ, સુશાસન અને જનતાની સેવા પર ભાર હતું, જેનાથી તેને સ્થાનિક મતદાતાઓનું સમર્થન મળ્યું.
ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ તેમને 2,32,228 વોટ મળ્યા જ્યારે ભાજપના ગજય સિંહ રાણાને 1,8690 વોટ મળ્યા છે. આ રીતે તેઓ 4538 મતથી જીત મળી છે. નેશનલ કોન્ફરન્સના ખાલિદ નજીબ સુહરવર્દી 9898 મતથી પાછળ રહ્યા છે. 90 સીટોવાળી જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. ચૂંટણી પંચે 44 વિધાનસભાની સીટોના પરિણામ જાહેર કરી દીધા છે, જેમાંથી 39 સીટો નેશનલ કોન્ફરન્સે જીતી છે. ભાજપે 27, કોંગ્રેસે 3 જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ 3, AAP અને JPCના 1-1 અને અપક્ષના 7 ઉમેદવારોએ જીત હાંસલ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp