AAPએ જાહેર કરી ઉમેદવારોની પહેલી લિસ્ટ, પંજાબની 8 સીટોની જાહેરાત

PC: indiatvnews.com

આમ આદમી પાર્ટી (AAP)એ પંજાબ માટે લોકસભાના ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પંજાબની 13 સીટોમાંથી 8 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ 8માંથી 5 સીટો પર રાજ્યના કેબિનેટ મંત્રી જ ચૂંટણી લડશે. તો કોંગ્રેસે હાલમાં જ આમ આદમીમાંથી આવેલા ગુરમિત સિંહ જીપીને પણ ફતેહગઢ સાહેબ સીટથી ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ અમૃતસરથી કેબિનેટ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલને ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે.

ધાલીવાલ અજનાલાથી ધારાસભ્ય છે. ખડૂર સાહિબથી લાલજીત સિંહ ભુલ્લરને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, તેઓ પણ મુખ્યમંત્રી ભગવંત માન સરકારમાં કેબિનેટ મંત્રી છે. તો જાલંધરથી સુશીલ કુમાર રિકુ ચૂંટણી લડશે. રિંક આ સીટ પરથી હાલના સાંસદ છે અને પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારને મ્હાત આપીને પહેલી વખત સાંસદ બન્યા હતા. પાર્ટીએ ફરી એક વખત તેમના પર ભરોસો વ્યક્ત કર્યો છે. તેઓ હાલમાં AAPના એકમાત્ર લોકસભા સાંસદ છે.

ફતેહગઢ સાહિબથી ગુરપ્રીત સિંહ જીપીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જીપી બસ્સી પઠાનાથી કોંગ્રેસના ધારાસભ્ય રહેતા હતા, પરંતુ થોડા દિવસ અગાઉ AAPમાં સામેલ થયા હતા. તેઓ AAPમાં આવ્યા બાદ જ તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા. બંઠિ઼ડાથી ગુરમિત સિંહ ખુડ્ડિયા ચૂંટણી લડશે. આ સમયે તેઓ પંજાબના કૃષિ મંત્રી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં તેમને જાયન્ટ કીલર કહેવામાં આવ્યા હતા કેમ કે, રાજ્યમાં લાંબી સીટથી રાજ્યના સૌથી વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલને હરાવ્યા હતા.

ફરીદકોટથી કમરજીત અનામોલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જે વ્યવસાયે સિંગર છે. સંગરુરથી ગુરમિત હાયરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ બરનાલાથી 2 વખતના ધારાસભ્ય છે અને ભગવંત માન સરકારમાં કેબિનેટ મંત્રી છે. પટિયાલાથી ડૉ. બલવીર સિંહને ટિકિટ મળી છે. થોડા સમય અગાઉ તેમણે કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી છે. પટિયાલા ગ્રામીણથી ધારાસભ્ય બની હતા. પંજાબમાં વિપક્ષી પાર્ટીઓનું કોઈ ગઠબંધન નથી. અહી કોંગ્રેસ અને AAP અલગ અલગ ચૂંટણી લડશે.

AAPની ઉમેદવારોની પહેલી લિસ્ટ

અમૃતસર: કુલદીપ સિંહ ધાલીવાલ

ખડૂર સાહિબ: લલીત સિંહ ભૂલ્લર

જાલંધર: સુશીલ કુમાર રિંકુ

ફતેહગઢ સાહિબ: ગુરમિત સિંહ જીપી

ફરીદકોટ: કમરજીત અનમોલ

બંઠિડા: ગુરમીત સિંહ ખુદલન

સંગરુર: ગુરમિત સિંહ મીત હાયર

પટિયાલા: ડૉ. બલવીર સિંહ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp