AAPના સંજય સિંહને આ 5 શરતો સાથે જામીન મળ્યા છે
છેલ્લાં 6 મહિનાથી જેલવાસો ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને મંગળવારે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા અને બુધવારે તેમનો જેલમાંથી છુટકારો થયો હતો. 6 ઓક્ટોબર 2023ના દિવસે EDએ સંજય સિંહની શરાબ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરીંગના કેસમાં ધરપકડ કરી હતી.
કોર્ટે 5 શરતો સાથે જામીન આપ્યા છે. (1) સંજય સિંહ દિલ્હી-NCR છોડીને જઇ શકશે નહી અને જવાની જરૂર પડે તો પરવાનગી લેવી પડશે અને લોકેશન શેરીંગ ઓન રાખવું પડશે. (2) શરાબ કૌભાંડમાં પોતાની ભૂમિકા વિશે મીડિયા અથવા જાહેર જગ્યાઓ પર ચર્ચા કે ટીપ્પણી કરી શકશે નહીં.(3) સંજય સિંહે કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવો પડશે. (4) તપાસ અધિકારીને સહયોગ આપવો પડશે અને તેમને મોબાઇલ નંબર પણ શેર કરવો પડશે. (5) પુરાવાઓ સાથે છેડછાડ કરી શકશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp