AAPના સંજય સિંહને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા, જાણો, કોર્ટે શું કહ્યું?
આમ આદમી પાર્ટી માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. એક તરફ દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ જેલમાં છે તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે મંગળવારે AAP નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન આપી દીધા છે.
દિલ્હીના કથિત શરાબ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરીંગના કેસમાં સંજય સિંહની EDએ 6 ઓક્ટોબર 2023ના દિવસે ધરપકડ કરી હતી અને છેલ્લાં 6 મહિનાથી સંજય સિંહ જેલમાં હતી.સુપ્રીમ કોર્ટે કહ્યું કે,જ્યારે સંજય સિંહની સામે કોઇ મની ટ્રેલ મળી નથી તો એમને જેલમાં શું કામ રાખો છો? એટલે અમે જામીન આપીએ છીએ.
EDએ પણ કોઇ પણ પ્રકારનો વિરોધ કર્યો નહોતો અને કોર્ટને કહ્યું કે અમને વાંધો નથી. રાજકારણના જાણકારોનું કહેવું છે કે હવે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાને પણ જામીન મળે તેવી આશા ઉભી થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp