અબ્દુલ્લા જાણતા હતા કે કલમ 370 હટાવી દેવાશે, રાત્રે PM મોદીને મળે છે: આઝાદ

PC: m.punjabkesari.in

દાયકાઓ સુધી કોંગ્રેસી રહેલા અને હવે પોતાની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી ચલાવનારા ગુલામ નબી આઝાદે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM ઓમર અબ્દુલ્લા અને ફારૂક અબ્દુલ્લા રાત્રે PM નરેન્દ્ર મોદીને મળે છે. આવું એટલા માટે કરવામાં આવે છે, જેથી તેઓ મીડિયા અને લોકોની નજરોથી બચી શકે. તેમણે કહ્યું કે, આ બંને નેતા રાત્રે PM નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળવા જાય છે. તેમણે કહ્યું કે અબ્દુલ્લા પિતા-પુત્ર શ્રીનગરમાં એક વાત કહે છે અને જમ્મુમાં કંઈક બીજું. અને જ્યારે દિલ્હી જાય છે ત્યારે તેમની ભાષા સાવ અલગ હોય છે.

તેમણે દાવો કર્યો હતો કે, જ્યારે BJP એ PDP સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવી હતી ત્યારે નેશનલ કોન્ફરન્સે પણ તેની સાથે જવાનો પ્રયાસ કર્યો હતો. તેમના પર બેવડી રમત રમવાનો આરોપ લગાવતા, ગુલામ નબી આઝાદે મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, PDP અને NC બંનેએ BJP સાથે સરકારમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુલામ નબી આઝાદે વધુ એક દાવો કર્યો હતો અને કહ્યું હતું કે, કલમ 370 હટાવતા પહેલા અબ્દુલ્લા, પિતા અને પુત્રને નિર્ણય વિશે જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે 3 ઓગસ્ટ 2019ના રોજ PM નરેન્દ્ર મોદી અને અબ્દુલ્લા વચ્ચે બેઠક થઈ હતી.

આઝાદે કહ્યું કે, તે સમયે એવી ચર્ચા થઈ હતી કે, PM નરેન્દ્ર મોદીએ અબ્દુલ્લા, પિતા અને પુત્રને વિશ્વાસમાં લીધા છે. આ સિવાય આ બંને નેતાઓએ PM નરેન્દ્ર મોદીને સૂચન કર્યું હતું કે તેઓ ઘાટીમાં નેતાઓને નજરકેદ કરી દે. અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ નેશનલ કોન્ફરન્સના પૂર્વ નેતા દેવેન્દ્ર સિંહ રાણાએ દાવો કર્યો હતો કે, અબ્દુલ્લા BJP સાથે મળીને સરકાર બનાવવા માંગે છે. પરંતુ ખુદ BJPએ આ ઓફર ફગાવી દીધી હતી. આઝાદે કહ્યું, 'હું જાણું છું કે નેશનલ કોન્ફરન્સ કાશ્મીરમાં BJP સાથે સરકાર બનાવવા માટે ખૂબ જ ઉત્સુક હતી. આના પર મેં ગૃહમાં જ PM નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, તેઓ કોઈપણ પ્રકારનો રાજકીય પ્રયોગ ન કરે.'

પોતાને મહાન ધર્મનિરપેક્ષ નેતા ગણાવતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, હું અબ્દુલ્લાઓની જેમ છેતરપિંડી કરનાર નથી. હું હિન્દુ ભાઈઓને મૂર્ખ બનાવવા મંદિરમાં નથી જતો. આ સિવાય હું કટ્ટરવાદી મુસ્લિમોને ખુશ કરવા માટે મારા પોતાના દેશને અપશબ્દો નથી કહેતો. તેમણે એમ પણ કહ્યું કે, અબ્દુલ્લાઓ BJP સાથે સરકાર ન બનાવવાથી નિરાશ થયા હોવા છતાં, મહેબૂબા મુફ્તી પણ પાછળથી ખુશ ન હતી. તેમને લાગ્યું કે BJP સાથે સરકાર બનાવીને તેમણે ભૂલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp