આ ચાર રાજ્યોના 85% લોકો આજે પણ ચૂલા પર રસોઇ બનાવવા મજબૂર

PC: amazonaws.com

લોકસભા ચૂંટણીમાં મોદી સરકારે પોતાની ફ્લેગશિપ યોજનાઓની સફળતાનો ભારે પ્રચાર પ્રસાર કર્યો હતો. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પણ સામેલ છે. આ યોજનાને લઇને ચોંકાવનારી જાણકારી સામે આવી છે. ધ હિન્દુમાં છપાયેલા એક અહેવાલ અનુસાર, મફ્ત LPG સિલિન્ડર મેળવનારા ચાર રાજ્યોના લગભગ 85 % લોકો ચૂલા પર ખાવાનું બનાવવાં માટે મજબૂર છે.

અહેવાલ અનુસાર, રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ફોર કમ્પેસનેટ ઇકોનોમિક્સની સ્ટડીમાં સામે આવ્યું છે કે બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં ઉજ્જવલા યોજનાના 85 % લાભાર્થીઓ હાલ પર ચુલા પર જ ખાવાનું પકવી રહ્યાં છે. આની પાછળ આર્થિક કારણની સાથે સાથે લેંગિક અસમાનતાની વાત પણ સામે આવી છે.

આના પરિણામ સ્વરૂપ ચુલા પર ખોરાક બનાવાના લીધે ધુમાડાથી નવજાત બાળકોના મોત, બાળ વિકાસમા અવરોધ તેમજ ફેફ્સાંની બીમારીઓની શંકા વધી રહી છે. સર્વેમાં બહાર આવ્યું છે કે લગભગ 70 % પરિવારો એવા છે જે રસોઇ ગેસ પર ખર્ચ કરવા નથી માગતાં. આ સર્વે 2018ના અંતમાં કરવામાં આવ્યો હતો, જેમાં ચાર રાજ્યોના 11 જિલ્લાના 1550 પરિવારોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પરિવારોમાંથી 98 % લોકોના ઘરે ચૂલો જ હતો. સર્વેમાં સામે આવ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન મળી તો ગયું પરંતુ સિલિન્ડરને રિફિલ કરવાની મોટી સમસ્યા હતી, કારણ કે આ વિસ્તારના લોકો ઘણાં ગરીબ છે.

એવામાં સિલિન્ડર ખાલી થવા પર તેને તુરંત ભરવાની સ્થિતિ હોતી નથી અને તેથી જ 70 % પરિવારો ફરીથી સિલિન્ડર ભરવાનું માંડી વાળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp