NDA કે INDIA ગઠબંધન? અત્યારે ચૂંટણી થઈ તો દેશમાં કોની બનશે સરકાર?

PC: linkedin.com

લોકસભાની ચૂંટણી 2024નો સમય નજીક છે. એવામાં રાજનીતિક પાર્ટીઓ સિવાય લોકો વચ્ચે પણ અટકળોનો બજાર ગરમ છે. સત્તાની ચાવી કોને મળશે, નરેન્દ્ર મોદી, ત્રીજી વખત વડાપ્રધાન બનશે કે કોઈ બીજાનું નસીબ જાગશે. ભાજપ સાથે મુકાબલો કરવા માટે લગભગ 28 પાર્ટીઓનું વિપક્ષી ગઠબંધન INDIAનું શું થશે? આ પ્રકારના તમામ સવાલ લોકોના મનમાં છે.

આ દરમિયાન આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ABP ન્યૂઝે લોકોના મનમાં ડોકિયું કર્યું છે. તેના માટે C વૉટરે વર્ષ 2024ને લઈને પહેલો ઓપિનીયિન પોલ કર્યો છે. જેના આંકડા ચોંકાવનારા છે. ઓપિનિયન પોલ મુજબ, આજે ચૂંટણી થવા પર સત્તાધારી NDA કુલ 543 સીટોમાંથી સૌથી વધુ 295-335 સીટો જીતીને ત્રીજી વખત સરકાર બનાવી શકે છે. તો કોંગ્રેસને વિપક્ષી ગઠબંધન INDIA સાથે મળીને 165-205 સીટો મળવાનું અનુમાન છે, જ્યારે અન્ય ખાતામાં 35-65 સીટો સીટો જાતી દેખાઈ રહી છે.

2024ને લઈને પહેલો ઓપિનિયન પોલ કોને કેટલી સીટ?

સોર્સ- C વોટર:

કુલ સીટ: 543

NDA: 295-335

INDIA: 165-205

અન્ય: 35-65

ABP C વોટરના ઓપિનિયન પોલ મુજબ, વોટ શેરની બાબતે આજે ચૂંટણી થવા પર NDAને સૌથી વધુ 42 ટકા, INDIA ગઠબંધનને 38 ટકા અને અન્યને 20 ટકા વોટ મળવાનું અનુમાન છે.

કેટલા ટકા વોટ:

સોર્સ: C વોટર

કુલ સીટ: 543

NDA: 42 ટકા

INDIA: 38 ટકા

અન્ય: 20 ટકા

જ્યાં સુધી દેશના 4 ઝોન ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમનો સવાલ છે તો નોર્થ ઝોનની 180 સીટોમાંથી 150-160 સીટો ભાજપના નેતૃત્વવાળા NDAના ખોળામાં જાય તેવું અનુમાન છે. સાઉથ ઝોનની 132 સીટોમાંથી 20-30 સીટ NDAને મળી શકે છે. ઈસ્ટ ઝોનને 153 સીટોમાંથી 80-90 સીટ, તો વેસ્ટ ઝોનની 79માંથી 45-55 સીટો NDAને મળવાનું અનુમાન છે. પોલ મુજબ દક્ષિણ એકમાત્ર એવો ઝોન છે જ્યાં NDA પાછળ છે અને INDIA ગઠબંધનને અહી 70-80 સીટો મળવાનું અનુમાન છે. અન્ય ત્રણેય ઝોન, નોર્થ, ઈસ્ટ અને વેસ્ટમાં INDIA ગઠબંધનને ક્રમશઃ, 20-30, 50-60 અને 25-35 સીટો મળવાનું અનુમાન છે.

રાજ્યોમાં પણ NDA મજબૂત નજરે પડે છે. ઓપિનિયન પોલ મુજબ બધા ભાજપ શાસિત રાજ્યોમાં NDAને સારી એવી સીટ મળવાનું અનુમાન છે. NDAને મધ્ય પ્રદેશમાં 27-29, છત્તીસગઢમાં 9-11, રાજસ્થાનમાં 23-25 અને ઉત્તર પ્રદેશમાં 73-75 સીટો મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં ભાજપ 52 ટકા વોટ શેર સાથે 22-24 સીટો જીતે તેવું અનુમાન છે, જ્યારે કોંગ્રેસના ખાતામાં 43 ટકા વોટ શેર સાથે 4-6 સીટો જતી નજરે પડી રહી છે.

તો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં INDIA ગઠબંધનને માત્ર 0-2 સીટો મળવાનું અનુમાન છે. કોંગ્રેસ અને INDIA ગઠબંધન માત્ર 4 રાજ્યોમાં આગળ છે. તેલંગાણામાં INDIA ગઠબંધનને 9-11 સીટો, પંજાબમાં કોંગ્રેસને 5-7 અને આમ આદમી પાર્ટીને 4-6 સીટો, બિહારમાં INDIA ગઠબંધનને 21-23 સીટો અને મહારાષ્ટ્રમાં 26-28 સીટો મળવાનું અનુમાન છે. પશ્ચિમ બંગાળમાં જ્યાં INDIA ગઠબંધનની સીટ શેરનો મુદ્દો બહેસનો વિષય બની શકે છે. ત્યાં અત્યારે ચૂંટણી થઈ તો સત્તાધારી TMCને 23-25 સીટો અને કોંગ્રેસ સાથે લેફ્ટને 0-2 સીટો મળી શકે છે, જ્યારે ભાજપને 16-18 સીટો મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp