રાહુલ ગાંધીને મળી સાચું બોલવાની સજા? જાણો સી-વોટરના સરવેમાં જનતા શું કહે છે

PC: news18.com

ઉત્તર પ્રદેશ સાથે જ હવે બિહારથી લઈને મહારાષ્ટ્ર સુધી રાજકીય પારો ચડ્યો છે. કર્ણાટકમાં ચૂંટણી ગરમાવો જોવા મળી રહ્યો છે તો પશ્ચિમ બંગાળમાં પણ રાજનૈતિક ગરમાવો જોવા મળી રહ્યો છે. તો રાહુલ ગાંધી માનહાનિ કેસ, સત્યપાલ મલિકે CBIનું મૌખિક સમન્સ, પશ્ચિમ બંગાળમાં હિંસાના મુદ્દા પણ ચર્ચામાં છે એવામાં રાજકીય માહોલમાં ABP ન્યૂઝ માટે C વૉટરે સર્વે કર્યું છે. સામ્પ્રત રાજકીય સવાલો પર ઓલ ઈન્ડિયા સરવે સોમવારથી બુધવાર સુધી કરવામાં આવ્યું છે. સરવેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ 3 થી પ્લસ માઇનસ 5 ટકા છે.

આ સરવેમાં દેશની જનતાને સવાલ કરવામાં આવ્યો કે, રાહુલ ગાંધીનો આરોપ છે કે તમને સાચું બોલવાની સજા મળી છે શું એ સાચું છે? તેના પર લોકોએ ખૂબ જ ચોંકાવનારા જવાબ આપ્યા. સરવેમાં 48 ટકા લોકોએ કહ્યું કે, રાહુલ ગાંધીએ સાચું કહ્યું છે, જ્યારે 36 ટકા લોકોનું માનવું છે કે કોંગ્રેસ નેતાએ ખોટું કહ્યું છે. સરવેમાં 16 ટકા લોકો એવા પણ રહ્યા જેમણે ‘ખબર નહીં’નો જવાબ આપ્યો.

રાહુલ ગાંધીનો આરોપ છે કે તેમને સાચું બોલવાની સજા મળી છે?

48 ટકા લોકોએ સાચું કહ્યું

36 ટકા લોકોને ખોટું કહ્યું

16 ટકા લોકોએ ખબર નહીં કહ્યું.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય પૂર્ણેશ મોદી તરફથી દાખલ કરવામાં આવેલા વર્ષ 2019ના કેસમાં સુરત કોર્ટની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચના રોજ પૂર્વ કોંગ્રેસના અધ્યક્ષને દોષી ઠેરવતા 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ નિર્ણય બાદ રાહુલ ગાંધીને જનપ્રતિનિધિ અધિનિયમના પ્રવધાનો હેઠળ સંસદની સભ્યતાથી અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા હતા.

ત્યારબાદ રાહુલ ગાંધીએ કેન્દ્ર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ અદાણી કેસમાં સાચું બોલ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યા એટલે તેમને સજા આપવામાં આવી. ત્યારબાદ રાહુલ ગાંધીએ આ નિર્ણયને સુરત સેશન્સ કોર્ટમાં પડકાર આપ્યો હતો, પરંતુ ત્યાં તેમની અરજી ફગાવી દેવામાં આવી. હવે તેઓ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે, પરંતુ હાઇકોર્ટના જજ ગીતા ગોપીએ રાહુલ ગાંધીના પડકારવાળી અરજી પર પોતાને અલગ કરી લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp