તમામ ટ્રકોમાં AC કેબિન ફરજિયાત, ગડકરીના મંત્રાલયની જાહેરાત, જાણો અમલ ક્યારથી

PC: outlookindia.com

ઘણા સમયથી એવી માંગ હતી કે ભારતમાં ટ્રક ચાલકોની હાલતને ધ્યાનમાં લઈને AC કેબિન બનાવવી જોઈએ. હવે નીતિન ગડકરીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને દોઢ વર્ષમાં ટ્રક ચાલકો માટે AC કેબિન ફરજિયાત બની જશે

ટ્રક ચાલકો માટે સારા સમાચાર છે. 2025થી તમામ ટ્રક કેબિન AC એટલે કે એર કન્ડિશન્ડ હશે. જે ટ્રક ચાલકોને 11-12 કલાક સુધી પરસેવો પાડવો પડે છે તેમને આનાથી ઘણી રાહત મળશે. આ જરૂરિયાત ઘણા સમયથી અનુભવાઈ રહી હતી. મુશ્કેલ કામ કરવાની પરિસ્થિતિઓ અને રસ્તા પરના લાંબા કલાકો ડ્રાઇવરની થાક અને અકસ્માતો માટે જવાબદાર માનવામાં આવે છે.

જો કે, વોલ્વો જેવી વૈશ્વિક ટ્રક મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પહેલેથી જ AC કેબિન બનાવી રહી છે. ભારતમાં આ અંગે ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે અને હવે ભારતીય કંપનીઓ માટે 2025થી AC કેબિન બનાવવી ફરજિયાત કરવામાં આવી છે.

દેશમાં ટ્રકોની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તમામ ટ્રકોમાં AC કેબિન ફરજિયાત બનાવી છે. નીતિન ગડકરીના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે એક નોટિસ જારી કરીને જણાવ્યું છે કે 2025થી તમામ નવી ટ્રકોમાં ડ્રાઇવરો માટે ફેકટરી ફિટેડ AC કેબિન હોવી ફરિજયાત રહેશે.

છેલ્લા પાંચ વર્ષમાં અનેક પ્રયાસો બાદ આખરે સરકારે અમલીકરણની તારીખ નક્કી કરી છે. મંત્રાલયે શુક્રવારે રાત્રે જારી કરાયેલ ગેઝેટની સૂચનામાં જણાવ્યું હતું કે,1 ઓક્ટોબર, 2025 ના રોજ અથવા તે પછી ઉત્પાદિત તમામ N2 અને N3 કેટેગરીની ટ્રકોની કેબિનમાં એર કન્ડીશનીંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે.

આ ધોરણો ટ્રક ઉત્પાદકો માટે એસી સિસ્ટમથી સજ્જ કેબિન સાથે ચેસીસ વેચવાનો માર્ગ પણ મોકળો કરશે. હાલમાં, ટ્રકની બોડી બનાવનારા બિલ્ડરો કેબિન ફિટ કરે છે.તેથી, ટ્રકના ડેશબોર્ડ સહિત AC કેબિનમાં ફેરફારની જરૂર પડશે, તેથી ટ્રક ઉત્પાદક કંપનીઓએ તેને જાતે ઇન્સ્ટોલ કરવું પડશે. આનાથી કેબિનને ફિટ કરવાની વાહન બોડી બિલ્ડરોની જરૂરિયાત સમાપ્ત થઇ જશે.

એક NGOએ વર્ષ 2020માં 10 રાજ્યોમાં ટ્રક ડ્રાઇવરો પર એક સર્વે કર્યો હતો.જેમાં 50 ટકા કરતા વધુ ડ્રાઇવરોએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેઓ થાક, ઉંઘ આવવા છતા ટ્રક ચલાવે છે.

N2 કેટેગરી એટલે આ કેટેગરીમાં એવા ભારે માલસામાન વાહનોનો સમાવેશ થાય છે જેનું કુલ વજન 3.5 ટનથી વધુ અને 12 ટનથી ઓછું છે.જ્યારે N3 કેટેગરીમાં ભારે વાહનો આવે છે જેનું કુલ વજન 12 ટન કરતા વધારે હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp